નોકરી / બેંકમાં નિકળી બંપર ભરતી, ગ્રેજ્યુએટ પાસ યુવકો કરી શકશે અરજી

જો આપ પણ દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં ચાલતા ક્ષેત્રિય ગ્રામિણ બેંકમાં સરકારી નોકરી ઈચ્છો છો અથવા તો ઈંસ્ટીટ્યૂટ ઓફ બેંકીંગ પર્સોનેલ સિલેક્શન દ્વારા સંચાલિત થતી અલગ અલગ ભરતી પરીક્ષાઓમાં લાગેલા છો, તો આ સમાચાર આપના માટે છે. આઈબીપીએસે અલગ અલગ શ્રેણીમાં ક્ષેત્રિય ગ્રામિણ બેંકોમાં ઓફિસ આસિસ્ટેંટ (મલ્ટીપર્પઝ), ઓફિસર સ્કેલ-1, ઓફિસર સ્કેલ 2 અને ઓફિસર સ્કેલ 3 માટે કુલ 8106 પદ પર ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડી છે. આઈબીપીએસ દ્વારા સોમવારે 6 જૂન 2022ના રોજ ભરતી નોટિફિકેશન અનુસાર અલગ અલગ રાજ્યોના કુલ 43 આઆરબીમાં પદ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવાની છે.  

આઈબીપીએે સીઆરપી-આરઆરબી XI અંતર્ગત નોટિફાઈ કુલ 8106 પદ માટે અરજી પ્રક્રિયા 7 જૂન 2022થી શરૂ થઈ જશે અને અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર આગામી 27 જૂન સુધી અરજી કરીને સબમિટ કરવાની રહેશે. ઉમેદવારે ધ્યાન રાખવાનું રહેશે કે, આ તારીખ સુધીમાં નક્કી કરેલી પરીક્ષા ફી 850 રૂપિયા ચુકવવાના રહેશે. અરજી કરેલા ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ ibps.in આપેલી લિંક પરથી આપને અરજીફોર્મ મળી રહેશે.

ઓફિસ આસિસ્ટેંટ (મલ્ટીપર્પઝ)-

આ પદ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી અથવા કોઈ પણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી કોઈ પણ વિષયમાં સ્નાતક હોવા જોઈએ. સાથે જ ઉમેદવારની ઉંમર 1 જૂન 2022ના રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 28 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત ઉમેદવારને નિયમ અનુસાર છૂટછાટ મળવા પાત્ર છે.

ઓફિસર સ્કેલ- 1

કોઈ પણ વિષયમાં સ્નાતક. નિર્ધારિત વિષયોમાં સ્નાતકને પ્રાયોરિટી આપવામાં આવશે. ઉંમર 1 જૂન 2022ના રોજ 18 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. અનામત ઉમેદવારને નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે.

ઓફિસર સ્કેલ- 2

ન્યૂનતમ 50 ટકા અંક સાથે સ્નાતક. નિર્ધારિત વિષયોમાં સ્નાતકને પ્રાયોરિટી આપવામાં આવશે. ઉંમર 1 જૂન 2022ના રોજ 21 વર્ષથી ઓછી અને 32 વર્ષથી વધારે નહીં હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમઅનુસાર છૂટછાટ આપવામાં આવશે.

ઓફિસર સ્કેલ -3 

બીઈ/બીટેક/એમબીએ (પદ અનુસાર અલગ અલગ) ઉંમર 1 જૂન 2022ના રોજ 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત ઉમેદવારોને નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે.