ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાના માગૅ પર પેચ વર્ક નું કામ કરવા પાલિકા દ્વારા વકૅ ઓડૅર આપવામાં આવ્યો..

પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન સહિત કોર્પોરેટરો અને ટીમ દ્વારા રથયાત્રા નાં માગૅ નું નિરિક્ષણ કરાયું..

પાટણ તા.9
કોરોના ની વૈશ્વિક મહામારી બાદ પાટણ શહેરના પ્રસિદ્ધ એવા શ્રી જગદીશ મંદિર પરિસર ખાતે આગામી તારીખ 1 લી જુલાઈ ના રોજ આયોજીત અષાઢીબીજના પવિત્ર પર્વને ભક્તિમય અને હર્ષોલ્લાસપૂર્ણ રીતે ઉજવવા માટે શ્રી જગદીશ મંદિર ટ્રસ્ટ પરિવાર સહિત શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા આયોજિત 140 મી રથયાત્રા નાં આયોજન ની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે રથયાત્રા નાં માગૅ પર રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અડચણ ઉભી ન થાય તે માટે અને રથયાત્રા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ તે માટે શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય દ્વારા જિલ્લા પોલીસ વડા સહિત પાટણ નગરપાલિકા તંત્ર ને રજૂઆત કરવામાં આવી હતી.


ઉપરોક્ત રજુઆત નાં પગલે ગુરૂવારના રોજ પાટણ નગરપાલિકા ખાતે નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન શાંતીબેન ગીરીશભાઈ પટેલ, પક્ષના નેતા દેવચંદભાઇ પટેલ દ્વારા તાત્કાલિક બેઠક યોજી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના માગૅ નું સંપૂર્ણ પણે પેચ વકૅ નું કામ હાથ ધરવા નાગોરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ના અનવરભાઈ નાગોરી ને પાલિકા ખાતે બોલાવી વકૅ ઓડૅર આપવામાં આવ્યો છે.


તો નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન સહિત પાલિકાના કોર્પોરેટર ગોપાલ સિંહ રાજપૂત સહિતની ટીમ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી મંદિર પરિસર થી જે જે રાજ માગૅ પરથી રથયાત્રા પ્રસ્થાન પામનાર છે તે તમામ માઞૅ નું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. પાટણમાં કોરોના ની મહામારી બાદ નિકળનારી ભગવાન શ્રી જગન્નાથજી ની 140 મી રથયાત્રા ને લઈને શહેરીજનો માં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.