પાટણમાં ડૉ.યોગેશ પટેલ એમડી નહિં બીએએમએસ નિકળ્યા..

ખોટા સર્ટી બનાવી ખોટી ડિગ્રીના આધારે પાટણમાં એમડી મેડિસિન ડોકટર તરીકે પ્રેકટીસ કરી લોકોનાં આરોગ્ય સાથે ચેડા કયૉ..

પાટણ શહેરમાં આવા કેટલા ખોટી ડિગ્રીધારી તબીબો પ્રેકટીસ કરી રહ્યા હશે તે અંગે તપાસ જરૂરી..

જિલ્લા કલેકટર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આ મામલે ઉંડી અને તટસ્થ તપાસ કરી કડક પગલા ભરે..

પાટણમાં ડૉ.યોગેશ પટેલ એમડી નહિં બીએએમએસ નિકળ્યા..

પાટણ તા.9
પાટણ શહેરમાં જુના બસ સ્ટેશન રોડ પર પ્રસિદ્ધ હોસ્પિટલ ધરાવતા ડો. યોગેશ બી. પટેલની એમડી ની મેડિકલની ડિગ્રી અને સર્ટિફિકેટ ખોટું હોવાનું ચર્ચાસ્પદ બન્યા બાદ સમગ્ર મામલો ચર્ચાની ચકડોળે ચડતા સત્ય એવું બહાર આવ્યું છે કે આ ડોક્ટર માત્ર બીએએમએસની ડીગ્રી ધરાવે છે. અને ખોટા સર્ટી બનાવી ખોટી ડિગ્રીના આધારે એમડી મેડિસિન ડોક્ટર તરીકે પ્રેકટિશ કરી રહ્યા હતા.


આ બાબત પાટણાના મેડિકલ ક્ષેત્રમાં અને તબીબી વર્તુળમાં ગંભીર ચર્ચા અને ચિંતાનો મુદ્દો બની જવા પામ્યો હતો.
જેમાં તપાસના આધારે એવું બહાર આવવા પામ્યું છે કે ડો. યોગેશ પટેલ એ 2012માં પારુલ યુનિવર્સિટી માંથી બીએએમએસની ડીગ્રી મેળવેલ છે. એટલે કે તેઓન એમડી મેડિસીન ની ડીગ્રી ધરાવતા ના હોવા છતાં ખોટા સર્ટિફિકેટ બનાવીને પાટણમાં એમડી મેડિસિન ની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. મેડિકલ અને આરોગ્યની દૃષ્ટિએ આ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક મામલો હોઇ આ સમગ્ર બાબત ગુજરાત મેડિકલ કાઉન્સિલ ખાતે પહોંચેલ છે પરંતુ ત્યાં શું નિર્ણય લેવામાં આવેલ છે તે અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાણકારી પ્રાપ્ત થઇ શકેલ નથી.


જોકે, પાટણના તબીબી વર્તુળમાં થતી ચર્ચાઓ મુજબ ડો. યોગેશ પટેલ દ્વારા પોતે એમડી નથી પરંતુ બીએએમએસની ડીગ્રી મેળવેલ છે તેવું કબૂલ કર્યું હોવાનું જાણવા મળેલ છે. હાલમાં તે પાટણ ખાતેની હોસ્પિટલને તાળા મારી છૂ થઇ ગયા છે.
આ બાબતે હવે પાટણ જિલ્લા કલેક્ટર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી અને પગલાં ભરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.


આ મામલે આઈ એમ પાટણ ના પ્રમુખ હીનેસ મોદી એ જણાવ્યું હતું કે વિકાસ અધિકારી અને હાલના ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર ડી.એમ. સોલંકીને અને આરોગ્ય અધિકારી ને પણ મેસેજ થી રજુઆત કરી છે.અને હવે રૂબરૂ મળી રજુઆત કરી તાપશ કરવાનું કહીશું.


હાલ ના કલેક્ટર અને ડીડીઓ ડી. એમ. સોલંકીએ જણાવ્યું હતું કે હા મને પાટણના તબીબનો ફોન આવ્યો હતો જેઓને મેં સાંભળ્યા હતા તેમજ મેસેજ મારફ્તે આ મામલે રજૂઆત મળી છે. મેં જિલ્લા આરોગ્ય અધિકારીને આ બાબતે તપાસ કરીને પુરાવાઓ એકત્રિત કરવા માટે સૂચના આપી છે. ટીમે યોગેશ પટેલની હોસ્પિટલની મુલાકાત લેતાં તે હોસ્પિટલ બંધ હતી. હોસ્પિટલની બહાર નોટિસ લગાવાશે.બાદ પુરાવાઓને આધારે કાર્યવાહી હાથ ધરાશે.


બુધવારે ડિગ્રી સર્ટીફિકેટને લઈને વિવાદ ઉભો થતાં આખો મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો અને યોગેશ પટેલ પોતે જે પહેલા 24 કલાક હોસ્પિટલ ખુલ્લી રાખતા તે પોતાની હોસ્પિટલ અને આઈસીયુને તાળા મારી મંગળવાર સાંજ થી જ રવાના થઈ ગયા હતા. આ બાબતે વિગતો જાણવા યોગશપટેલના મોબાઈલ પર પ્રયત્ન કરવા છતાં તેમણે ફોન ઉપાડયો ન હતો
યોગેશ પટેલે અગાઉ રાધનપુરની એક હોસ્પિટલમાં અઢી વર્ષ સુધી એમડી મેડિસીન ફિઝિશિયન ર્ડાકટર બનીને પ્રેક્ટિસ કરી હતી તેવી વિગતો સામે આવી છે. રાધનપુરના ર્ડા.પંકજ સિંહાએ જણાવ્યું હતું કે, અમદાવાદના નરોડા ખાતે ર્ડાકટર તરીકે કામગીરી કરી હોવાનું જણાવી પોતાના સર્ટીફિકેટ બતાવી એમબીબીએસ બરોડામાં તેમજ એમડી અમદાવાદ ખાતે કર્યું હોવાનું કહી નોકરી મેળવી હતી. છેલ્લા બે, ત્રણ વર્ષ થી પાટણ શહેર માં પ્રેકટિશ તેઓ કરતા હતાં.