મક્કા મદિના ની હજ યાત્રા એ જનારા પાટણ-મહેસાણા જિલ્લા નાં 150 હજ યાત્રી ઓને રસી આપવામાં આવી..

મગજના તાવની અને પોલીયોની 145 હજ યાત્રીઓએ રસી મેળવી હજ યાત્રા ની માહિતી પ્રાપ્ત કરી..

પાટણ તા.9
કોરોના બાદ પાટણના મુસ્લિમ યાત્રિકો માટે મક્કા મદીનામાં પવિત્ર હજની યાત્રા પણ શરુ થવા જઇ રહી છે. પાટણ અને મહેસાણા જિલ્લાના 150 જેટલા હજયાત્રિકો હજ યાત્રાએ જવાના છે. ત્યારે પાટણમાં હાજીઓ માટે રસીકરણ કેમ્પ પ્રક્રિયાઓ પાટણ સિવિલ હોસ્પિટલમાં થઇ રહી છે.જયારે હજની તાલીમ ગુલશન નગર ના મદરેશા ખાતે યોજાઈ હતી.
આગામી 20 જૂનથી મક્કા મદીનામાં પવિત્ર હજની યાત્રાએ જનાર પાટણ અને મહેસાણા જિલ્લાના 145 જેટલા હજ યાત્રિકોને પાટણ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે પોલિયો અને મગજના તાવથી રસી આપવામાં આવી હતી. ત્યારબાદ પાટણમાં હજ માટે જનાર યાત્રીઓને શહેરના મોટા મદ્રેસા ખાતે તમામ યાત્રિકોને હજ અંગેની તાલીમ માસ્ટર ટ્રેનર હનીફ પટેલ અને મૌલાના ઇમરાન દ્વારા આપવામાં આવી હતી.


સાઉદી અરેબિયાના મક્કા મદીના શહેરમાં દર વર્ષે હજની પવિત્ર યાત્રાએ સમગ્ર વિશ્વમાંથી મોટી સંખ્યામાં હજયાત્રીઓ સફરે જાય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે હજની યાત્રા બંધ રાખવામાં આવી હતી. ત્યારે ચાલુ વર્ષે સાઉદી અરબ સરકાર દ્વારા અગાઉનાં વર્ષો કરતાં આ વર્ષે હજી યાત્રિકોની સંખ્યામાં ઘટાડો કરી મંજૂરી આપી છે.


ગુજરાતના ફાળે આશરે 10 હજાર હજ યાત્રિકો આ વખતે હજની યાત્રાએ જનાર છે. જેમાં પાટણ અને મહેસાણા જિલ્લા માંથી 200 યાત્રિકો હજની યાત્રાએ જવાના છે . જેઓ માટે પાટણ હાજિખીદ્દમત કમિટી દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 145 જેટલા યાત્રિકોને મગજના તાવ અને પોલીઓની રસી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.