પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે અલ્પકાલીન વિસ્તારક યોજનાના આયોજન અંગે બેઠક મળી..

પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે ખાસ ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કર્યા..

પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે અલ્પકાલીન વિસ્તારક યોજનાના આયોજન અંગે બેઠક મળી..

પાટણ તા.10
“શ્રી કમલમ્” પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આગામી સમયમાં યોજાનાર તાલુકા, જિલ્લા ઓની અલ્પકાલીન વિસ્તારક યોજનાના પૂર્વે આયોજનના ભાગરૂપે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ના અધ્યક્ષ સ્થાને પ્રદેશના મહામંત્રીઓ,પૂવૅ મહામંત્રી ઓની બેઠક યોજાઈ હતી.

શ્રી કમલમ પ્રદેશ કાયૉલય ખાતે આયોજિત આ બેઠકમાં આગામી દિવસોમાં યોજાનાર તાલુકા, જિલ્લાની અલ્પકાલીન વિસ્તારક યોજનાની વિસ્તૃત જાણકારી પ્રદાન કરવામાં આવી હતી.

શ્રી કમલમ પ્રદેશ ભાજપ કાયૉલય ખાતે આયોજિત આ બેઠકમાં પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલે પણ ખાસ ઉપસ્થિત રહી અલ્પકાલીન વિસ્તારક નાં આયોજન ને સફળ બનાવવા પોતાના વિચારો રજૂ કર્યા હતા.