પાટણના હારીજ માં દારૂનાં વેચાણ મામલે ત્રાહિમામ પોકારી ઉઠેલા રહિશોએ પોલીસ મથકે હોબાળો મચાવ્યો..

હારીજ નાં તળાવ વિસ્તારમાં દેશી દારૂ નાં ખુલ્લેઆમ વેચાણ મામલે અગાઉ પણ રહિશો દ્વારા પોલીસને રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય..

અસામાજીક પ્રવૃત્તિઓ સદંતર બંધ કરવા જિલ્લા પોલીસ વડા નાં પ્રયત્નો હારીજ પોલીસ નાં કારણે નિરથૅક બન્યા નો ગણગણાટ.

પાટણના હારીજ માં દારૂનાં વેચાણ મામલે ત્રાહિમામ પોકારી ઉઠેલા રહિશોએ પોલીસ મથકે હોબાળો મચાવ્યો..

પાટણ તા.10
એક તરફ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લા માંથી અસામાજિક પ્રવૃત્તિઓ ને ડામી દેવા તત્પર બન્યા છે ત્યારે જિલ્લાના કેટલાક પોલીસ સ્ટેશન નાં અધીકારીઓની ની રહેમ નજર તળે દેશી વિદેશી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા બુટલેગરો ખુલ્લેઆમ આવી અસામાજિક પ્રવૃત્તિઓ પોલીસ નાં ભય વગર કરતા હોય તેમ ગતરાત્રીના સુમારે જિલ્લા નાં તાલુકા મથક હારીજ શહેરના તળાવ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ કરાતા દારૂ નાં વ્યવસાય ને લઈને આ વિસ્તારના રહીશોએ મોટી સંખ્યામાં મહિલાઓ ને સાથે રાખી હારીજ પોલીસ મથકે હોબાળો મચાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.


આ બાબતે મળતી હકીકત મુજબ હારીજ માં તળાવ ની આસપાસ તેમજ રહેણાક વિસ્તાર માં દેશી દારૂ નું ધૂમ વેચાણ કરતાં બુટલેગરોને નસિયત કરવા આ વિસ્તારના રહીશો દ્વારા હારીજ પોલીસ સ્ટેશનમાં અનેક વખત કરવામાં આવેલ લેખિત અને મૌખિક રજૂઆત છતાં હારીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધીકારી સહિતના સ્ટાફ દ્વારા બુટલેગરોને પ્રોત્સાહન પુરૂં પાડતાં હોય તેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતાં બુટલેગરો દ્વારા દેશી દારૂ નું વેચાણ ચાલુ રખાતા આ અસામાજિક પ્રવૃત્તિથી વાઝ આવી ગયેલા વિસ્તારના રહીશો સહિત મહિલાઓનાં ટોળાઓએ ગુરુવારે રાત્રે હારીજ પોલીસ મથકે હંગામો મચાવ્યો હતો અને આ અસામાજિક પ્રવૃત્તિ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી.


એક તરફ પાટણ જિલ્લાના પોલીસ વડા વિજ્ય પટેલ શહેર સહિત જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ કરવા કટીબદ્ધ બની જિલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃત્તિઓ ની જાણ માટે સ્પેશ્યલ હેલ્પ લાઇન નંબર જાહેર કરી લોકોને અપીલ કરી રહ્યા છે ત્યારે હારીજ પોલીસ ને અસામાજિક પ્રવૃત્તિઓ મામલે રહિશો દ્વારા કરવામાં આવેલ અનેક લેખિત અને મૌખિક રજૂઆત છતાં હારીજ પોલીસ દ્વારા આવા સમાજિક તત્વો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ નહીં ધરાતા આ મામલે જિલ્લા પોલીસ વડા એ રહિશો ની આ રજુઆત મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ રહિશોમાં ઉઠવા પામી છે.