પાટણના રામનગર વિસ્તારમાં ભાજપ બક્ષીપંચ મોરચાની ખાટલા બેઠક મળી..

આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને માર્ગદર્શન સાથે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ની વિકાસલક્ષી કામગીરી નો ચિતાર વણૅવામા આવ્યો..

પાટણના રામનગર વિસ્તારમાં ભાજપ બક્ષીપંચ મોરચાની ખાટલા બેઠક મળી..

પાટણ તા.10
પાટણ શહેરના રામનગર વિસ્તારમાં પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડજીના માગૅદશૅન હેઠળ ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું,


આ ખાટલા બેઠકમાં ઉપસ્થિત ભાજપ બક્ષીપંચ મોરચાના આગેવાનો,કાયૅ કરોને આગામી વિધાનસભાની ચૂંટણી લક્ષી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. આ ખાટલા બેઠકમાં મહામંત્રી મયંકભાઈ નાયક, ર્ડો.સનમ ભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના મંત્રી અને પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી પી. એન. માળી,પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી વિનયસિંહ ઝાલા, પ્રવીણભાઈ પંચાલ, મુકેશજી ઠાકોર, પાટણ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમીશભાઈ મોદી, કૃણાલભાઈ દેસાઈ, લોપેશભાઈ, મહેશભાઈ, મુકેશભાઈ તેમજ કાર્યકર્તાઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.


આ બેઠકમાં ભાજપની કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાની માહીતી પણ મહાનુભાવો દ્વારા આપવામા આવી હતી.