પાટણ નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રિમોન્સુન કામગીરી હાથ ધરાઈ…

શહેરના ટેલીફોન વિસ્તારની કેનાલની જેસીબી મશીન અને ટ્રેક્ટર દ્વારા સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી..

કેનાલોમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ડાઈવર્ટ કરાતા વિસ્તારના રહીશોમાં રોગચાળો ફેલાવાની ભીતિ..

કેનાલની સફાઈ કામગીરી સાથે સાથે ભૂગર્ભ ગટર નાં દુષિત પાણીના નિકાલ ની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા માંગ..

પાટણ તા.10
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે શહેરના ટેલિફોન એક્સચેન્જ નજીકની કેનાલોની સફાઈ કામગીરી પાલિકા તંત્ર દ્વારા જેસીબી મશીન અને ટ્રેક્ટર દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે બીજી તરફ શહેરનાં ટેલિફોન એક્સચેન્જ નજીકની આ કેનાલમાં સફાઈ કામગીરી ની સાથે સાથે કેનાલમાં આ વિસ્તાર ની ભૂગર્ભ ગટરના ગંદા પાણી ડાઇવર્ટ કરવામાં આવતા અસહ્ય દુર્ગંધ મારતા ભૂગર્ભ નાં પાણી નાં રોગ જન્ય જીવ જંતુઓ નો ઉપદ્રવ વધતાં લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ પ્રબળ બનવા પામી છે.

નગરપાલિકા તંત્ર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી કેનાલોની સફાઈ કામગીરી વિસ્તારના લોકોમાં સરાહનીય બની છે ત્યારે બીજી તરફ આ કેનાલ માં ડાયવર્ટ કરેલા ભૂગર્ભ ગટરના દૂષિત પાણીની સમસ્યાને લઈને વિસ્તારના લોકોમાં પાલિકા પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા કેનાલમાં ડાયવટૅ કરાયેલા ભૂગર્ભ ગટર ના દૂષિત પાણીના નિકાલ માટે ની પણ યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવે તેવી માંગ વિસ્તારના રહીશો પ્રબળ બનવા પામી છે.