ઈસ્લામ અને પયંગમ્બર સાહેબ વિરૂદ્ધ ટિપ્પણી કરનાર નુપુર શમૉ સામે કડક કાર્યવાહી ની માંગ..

પાટણ કલેકટર કચેરી ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું..

પાટણ તા.10
નુપુર શર્મા જેણે ટાઇમ્સ નાઉ સાથેની ડિબેટ ચેનલમાં ઈસ્લામ અને પયંગબર સાહેબના વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી ને હિન્દુ મુસ્લિમ માં વૈમનસ્ય ફેલાઈ તેવી હરકત કરી હોય જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે શુક્રવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. મુસ્લિમ બિરાદરો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્ર માં તેઓએ જણાવ્યું હતુ કે નૃપુર શમૉ ડિબેટ દરમિયાન ધાર્મિક સમુદાયને ઉશ્કેરવા અને મુસ્લિમ સમાજની લાગણી દુભાવવા પયંગબર સાહેબનું અપમાન કર્યું છે તેની આ ટિપ્પણી સમરા દેશમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરી શકે છે.

નુપુર શર્મા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી થી મુસ્લીલ સમાજની ધાર્મિક લાગણી દુભાયેલ હોઇ અને દેશની એકતા અને અખંડિતતાને નુકશાન પહોંચે તેવું કૃત્ય કરેલ હોઇ આવુ કૃત્ય કરવા છતાં નુપુર શર્માની ધરપકડ કરવામાં આવેલ નથી. ભારતમાં મુસ્લિમોને બંધારણ અને કાયદાકીય વહીવટ અને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે. પયંગબર સાહેબ ઉપર કરેલ ટિપ્પણી સ્વીકારાય નથી જેથી મુસ્લિમ સમાજ દ્વારા નુપુર શમૉ પોતાના પયંગબર સાહેબ વિરૂદ્ધ માં ઉચ્ચારેલા શબ્દો પાછાં ખેચે અને હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવા બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હોવાનું મુસ્લીમ આગેવાનો એ જણાવ્યું હતું.