ગુજરાત સરકાર નો મોટો નિર્ણય …….. જાણો તમને પણ થશે લાભ

સોગંદનામાને લઈને 300 થી 500 રૂપિયા હવે નહીં આપવા પડે

ગુજરાત સરકારની યોજના માટે હવે સોગંદનામાની જરૂર નથી : મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

સોગંદનામાને લઈને 300-500 રૂપિયા હવે નહીં આપવા પડે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકારની યોજના માટેના સોગંદનામાની જરૂર નથી.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ‘ગુજરાત સરકારની યોજના માટે હવે સોગંદનામાની જરૂર નથી. રાજેન્દ્ર ત્રિવેદી સોગંદનામાના બહાને આજે પણ લેવાય છે 300-500 રૂપિયા રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ‘આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એવાં નિર્ણયો લીધા છે કે જેમાં પહેલાં આપણે સોગંદનામા કરવા પડાતા હતા, મને કોઇએ કીધું હતું કે, હજુ પણ કલેક્ટર ઓફિસની બહાર અથવા તો નર્મદા ભવનમાં ત્યાં કેટલાંક લોકો સોગંદનામું કરવું પડે એમ કહીને 300 રૂપિયા-500 રૂપિયા લે છે. પણ હવેથી સોગંદનામા કરવાના નથી.

આ નિર્ણયને માત્ર એક જ દિવસમાં મુખ્યમંત્રીએ અનુમતિ આપી દીધી. જેનાથી લાખો લોકોને ફાયદો થશે. ગુજરાત સરકારની યોજનાની અંદર કરવામાં આવતા સોગંદનામા હવે નાબૂદ થયા છે. કલેક્ટરે પણ હમણાં માહિતી આપી કે ત્યાં આગળ જે કંઇ તકલીફો છે તે તકલીફો 15 દિવસ પછી એટલે કે કલેક્ટરે આ અંગે આયોજન કરી દીધું છે પરંતુ તેઓનું આયોજન જાહેર નથી કરવું. કારણ કે એમનો નંબર પછી આ નિર્ણયમાં પહેલો નહીં આવે.

કોઇ બીજું તુરંત તેમનું જોઇને આવું કરશે. પરંતુ 15 દિવસ બાદ જ્યારે પાછા મળીએ ત્યારે યાદ કરાવજો કે પેલી વાતનું શું થયું?