ફરી વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ ?   ભારત સામે હવે આ સમસ્યા

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો નોંધાઇ શકે છે, મોંઘવારીનો પડશે માર

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો થઇ શકે છે. ભવિષ્યમાં મોંઘવારીની વધુ એક માર લોકો પર પડી શકે છે. સરકાર પણ આ વખતે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડીને તેને કંટ્રોલ નહી કરી શકે તેનું કારણ આંતરરાષ્ટ્રીય છે.

ભારત પોતાની જરૂરતના આશરે 80% કાચુ તેલ આયાત કરે છે અને વિશ્વનુ ત્રીજુ સૌથી મોટુ ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટર છે. વધુ માત્રામાં તેલ ખરીદવા અને અલગ અલગ દેશ પાસેથી તેલના સોર્સ કરવાને કારણે ભારત માટે કાચા તેલનો ભાવ બજાર ભાવથી અલગ હોય છે, તેનેજ ક્રૂડ ઓઇલનું ઇન્ડિયન બાસ્કેટ કહે છે.

ન્યૂઝ એજન્સીના સમાચાર અનુસાર ઇન્ડિયન બાસ્કેટ ક્રૂડ ઓઇલની પ્રાઇસ 121.28 ડૉલર પ્રતિ બેરલ પહોચી ગઇ છે. આ ગત 10 વર્ષમાં ઇન્ડિયન બાસ્કેટનું સૌથી ઉચ્ચ સ્તર છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)ના આંકડા અનુસાર ઇન્ડિયન બાસ્કેટના કાચા તેલનો આ ભાવ ફેબ્રુઆરી/ માર્ચ 2012 બાદ સૌથી ઉંચો ભાવ છે.

તાજેતરમાં વધતી મોંઘવારીને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં કાપ મુક્યો હતો, જેનાથી દેશમા એક ઝટકામાં પેટ્રોલના ભાવ 9.50 રૂપિયા અને ડીઝલના 7 રૂપિયા પ્રતિ લીટર ઓછા થઇ ગયા છે. કેટલાક રાજ્યના વેટ ઘટાડવાથી તેના ભાવમાં કમી આવી છે પરંતુ હવે વાત ફરી સરકારના હાથમાંથી નીકળી શકે છે.