શહેરની સેવાભાવી સંસ્થા દ્વારા નાઇટ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું..

પાટણ એ ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમ વિજેતા બની.

શહેરની સેવાભાવી સંસ્થા દ્વારા નાઇટ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું..

પાટણ તા.11
દેશમાં આઇપીએલ ટવેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન થયા બાદ પાટણના ક્રિકેટ પ્રેમીઓ આઈપીએલ જેવી ક્રિકેટનો આનંદ માણી શકે તે માટે શહેરની એનજીઓ દ્વારા અલગ અલગ મેદાનોમાં નાઈટ ક્રિકેટ ટેનીસ અને પ્લાસ્ટીક ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે .


ત્યારે રાત્રિ દરમ્યાન ચાલતી આ ટુર્નામેન્ટોને લઇ કિકેટ પ્રેમીઓમાં આઇપીએલ જેવો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
શહેરના કનસડા દરવાજા સ્થિત એમ.એન.હાઈસ્કૂલના વિશાળ મેદાનમાં શહેરની સેવાભાવી સંસ્થા દ્વારા નાઇટ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરની વિવિધ ટીમોની સાથે જનતાની ખડેપગે સેવા કરતા પાટણ એ ડીવીઝન પોલીસ કર્મચારીઓની ટીમે પણ ભાગ લીધો છે.


ગતરોજ યોજાયેલ ટુર્નામેન્ટમાં પાટણ એ ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમે ઝળહળતો વિજય મેળવ્યો હતો જે બદલ ટુર્નામેન્ટના આયોજકો દ્વારા પોલીસ અધિકારીનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત શહેરના અનેક નાના મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં નાઇટ ક્રિકેટ પ્લાસ્ટીક ટુર્નામેન્ટો યોજાઇ રહી છે. રાત્રિ દરમ્યાન ક્રિકેટ પ્રેમીઓ તેને નિહાળી આનંદ માણી રહયા છે.