તેલનાં વેપારી સાથે રૂ.1.84 કરોડની ઠગાઈ કરનારા ડીસાના બે વેપારીઓનાં કોટૅ દ્વારા આગોતરા નાં મંજુર…

ડીસાના વેપારીઓએ ખોટા ઇવે બીલ બનાવી માલ મોકલ્યા વગર રકમ ન ચૂકવવી પડે તે હેતુ થી પાટણના વેપારી સાથે વિશ્વાસધાત કર્યો..

તેલનાં વેપારી સાથે રૂ.1.84 કરોડની ઠગાઈ કરનારા ડીસાના બે વેપારીઓનાં કોટૅ દ્વારા આગોતરા નાં મંજુર…

પાટણ તા.11
આજકાલ વિશ્વાસમાં લોકોને અંગત વ્યક્તિઓજ લઈને વિશ્વાસઘાત કરતાં હોવાના કિસ્સાઓ અવાર નવાર અખબારી પંન્ને પ્રકાશિત થતા જોવા મળી રહ્યા છે ત્યારે આવો જ એક વિશ્વાસઘાત નો બનાવ પાટણ શહેરમાં તેલના વેપારી સાથે ડીસા ખાતે તેલ નો વેપાર કરતા તેનાજ મિત્રો દ્વારા વિશ્વાસ કેળવી રૂ.1.84 કરોડની ઠગાઈ કરતા અને આ મામલે પાટણના વેપારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા ડીસાના વેપારીઓએ આગોતરા જામીન માટે કોટૅ માં કરેલ અરજી શુક્રવારના રોજ કોટૅ દ્વારા ના મંજુર કરવામાં આવતાં પ્રકાશમાં આવવા પામ્યો છે.


આ બનાવની મળતી વિગત મુજબ પાટણ શહેરના પદ્મનાભ મંદિર નજીક આવેલા સદારામ એસ્ટેટમાં સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝ નામની તેલની ફેક્ટરી ધરાવતા જયેશભાઈ કિર્તીલાલ મોદીએ ડીસા ખાતે રહેતા પોતાના મિત્રો અને તેલની પેઢી ધરાવતા ચાર પાટૅનરોએ તેઓને ધંધામાં વિશ્વાસમાં લઈ વષૅ 2019-20 અને વષૅ 2020-21 નાં સમય દરમિયાન સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝ પાટણ માંથી રૂ.1.84 કરોડ નો તેલ નો જથ્થો મોકલ્યા વગર તેનો હિસાબ નહી કરતા અને પાટણના વેપારી નું લેણું ડુબાડવાના આશય સાથે બોગસ ઈવે બીલ બનાવી રૂ.10,74,014 નું જીએસટી ક્રેડિટ વધારી હતી.


આ મામલે પાટણના સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝ ના માલિક જયેશભાઈ મોદી ને જાણ થતાં તેઓએ ડીસાના વેપારીઓએ પોતાની સાથે ઠગાઈ કરી હોવાની પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ડીસાના ભાગીદારો પૈકીના અશોકભાઈ રસીકભાઈ કાનુડાવાળા અને ભરતભાઈ કેશવભાઈ કાનુડાવાળા નામના બે વેપારીઓએ પોતાની ધરપકડ ટાળવા આગોતરા જામીન અરજી કોટૅ માં કરેલ હતી જે અરજી શુક્રવારના રોજ પાટણની સેન્સસ કોટૅ માં ચાલી જતાં સેસન્સ કોટૅ નાં જજ એન.એસ.પ્રજાપતિએ બન્ને પક્ષકારોના વકિલોની દલીલો સાંભળ્યા બાદ ડીસાના બન્ને ભાગીદારો દ્વારા મુકવામાં આવેલ આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


પાટણ સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝ નાં માલિક જયેશભાઈ મોદી એ આ મામલે જણાવ્યું હતું કે મારા જ વિશ્વાસુ ડીસાના ભાગીદારો દ્વારા મારી સાથે રૂ.1.84 કરોડની ઠગાઈ કરી વિશ્વાસધાત કર્યો હોય અને આ મામલે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હોય ત્યારે પોલીસ તંત્ર દ્વારા તટસ્થ તપાસ હાથ ધરી ઠગાઈ ની રકમ પરત અપાવી કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.