રાધનપુર વિધાનસભા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોની સમસ્યા જાણવા ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ પ્રવાસ ખેડ્યો..

સાંતલપુર તાલુકાના એવાલ, જાખોત્રા,નવા જાખોત્રા અને ચારણકા ગ્રામ્ય વિસ્તારમાં પાણી ની સમસ્યા દૂર કરવા ગ્રામજનો ને હૈયાધારણા..

પાટણ તા.૨૬
સાંતલપુર તાલુકાના એવાલ, જાખોત્રા, નવા જાખોત્રા, ચારણકા ગામોની રવીવાર નાં રોજ રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ મુલાકાત લીધી હતી.


રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ની મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા વિસ્તારમાં ઉભી થયેલી પીવાના અને સિચાઈ માટે નાં પાણી નાં પ્રશ્નો નાં નિરાકરણ માટે રજુઆત કરતાં ધારાસભ્ય દ્વારા પાણીના પ્રશ્નોના સત્વરે નિકાલ કરવાની ગ્રામજનોને ખાત્રી આપી હતી.


રાધનપુર વિધાનસભા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત દરમિયાન રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સાથે બાબુભાઈ આહીર(કા.પ્રમુખ,સાંતલપુર તાલુકા કોંગ્રેસ) વાલાભાઈ આહીર, આદિત્ય ઝૂલા, ડામરાભાઈ ચૌધરી, ભચાભાઈ લાલાભાઈ આહીર (દાત્રાણા) હમીરભાઇ આહીર, નાગદાનભાઈ, ખીમાભાઇ રબારી સહિત નાં આગેવાનો કાયૅકરો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

#PATAN NEWS #RADHNPUR #CONGRESS #MLA RAGHUBHAI DESAI