સરીયદ ગામે વડાપ્રધાન નાં મન કી બાત કાર્યક્રમને નિહાળતા પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ

પાટણ તા.૨૬
જુન માસ ના અંતિમ રવીવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં મન કી બાત કાર્યક્રમને પાટણ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ સ્થળોએ નિહાળવા માટે નું આયોજન કરવામાં આવ્યું હતું. રવીવાર નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં મન કી બાત કાર્યક્રમને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરીયદ ગામે ભાજપ આગેવાન અશોકભાઈ જોષી નાં નિવાસ સ્થાને ઉપસ્થિત રહી માણ્યો હતો.
મન કી બાત કાર્યક્રમને નિહાળવા સરીયદ ગામે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ ની સાથે અશોકભાઈ જોષી, ગિરીશ મોદી, ભરતભાઇ જોષી, માનસિંહભાઈ ચૌધરી, શાંતિભાઈ જોષી, બળદેવભાઈ, અલકેશભાઈ, અશોકભાઈ એન.,સાગર દેસાઈ, સાહેબખાં, શ્રીરામ જોષી સહિત સરીયદ શકિત કેન્દ્ર નાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

#PATAN NEWS #MANN KI BAAT #BJP #K C PATEL