ભાજપ દ્વારા બુથ સશકિતકરણ અભિયાન અંતર્ગત જિલ્લાની કાયૅશાળા યોજાઈ..

ઉપસ્થિત આગેવાનોએ ઉદબોધન સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યું..

ભાજપ દ્વારા બુથ સશકિતકરણ અભિયાન અંતર્ગત જિલ્લાની કાયૅશાળા યોજાઈ..

પાટણ તા.૨૭
પાટણ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે સોમવારના રોજ બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત જિલ્લાની કાર્યશાળા યોજાઈ હતી.


આ પ્રસંગે પાટણ લોકસભા વિસ્તાર નાં સંસદસભ્ય ભરતસિંહ ડાભી, જિલ્લા પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ,સૂરજગિરી ગોસ્વામી, પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર, સાબરકાંઠા જીલ્લા પ્રભારી ભરતભાઈ આર્ય,સુધીરભાઈ સહિત પ્રમુખ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ બુથ સશકિતકરણ અભિયાન કાર્યક્રમ અંતર્ગત કાયૅશાળા માં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસંગોચિત ઉદબોધન સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનું પાટણ જિલ્લા મિડિયા કન્વીનર જયેશભાઈ દરજી એ જણાવ્યું હતું.

#PATAN NEWS #PATAN BJP