પાટણની ઐતિહાસિક ઈમારતો ની જાળવણી કરવી પુરાતત્વ વિભાગ ની સાથે સાથે આપણી પણ એટલી જ ફરજ છે : અશોક વ્યાસ

પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલ નાં સભ્યો ને પાટણના ઈતિહાસ વિશે માહિતગાર કરાયા..

પાટણની ઐતિહાસિક ઈમારતો ની જાળવણી કરવી પુરાતત્વ વિભાગ ની સાથે સાથે આપણી પણ એટલી જ ફરજ છે : અશોક વ્યાસ

પાટણ તા.૨૭
પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે રવિવારના રોજ પાટણના જાણીતા ઇતિહાસકાર અશોકભાઈ વ્યાસ દ્વારા પાટણના ઇતિહાસની વિસ્તૃત માહિતી સિનિયર સિટીઝન કાઉન્સિલ નાં સભ્યો ને આપવામાં આવી હતી.
આ પ્રસંગે અશોકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે ઐતિહાસિક નગરી પાટણ એ એક સમયે ગુજરાતની રાજધાની હતી અને અણહિલપુર પાટણના ઇતિહાસ વિશે કહીએ તેટલું ઓછું છે પાટણની રાણકીવાવ આજે વિશ્વ ફલક ઉપર એક આગવી ઓળખ ઉભી કરી છે. અને ભારતીય ચલણમાં પણ રાણકી વાવનો ફોટો જોઈ આપણને ગૌરવ થાય છે એવી આપણી ઐતિહાસિક રાણકી વાવ સહસ્ત્રલિંગ તળાવ પાટણના ઐતિહાસિક દરવાજાઓ આની પાછળ પાટણની પ્રભુતા છુપાયેલી છે.


આજે આપણે આ ઐતિહાસિક ધરોહરને જર્જરીત હાલતમાં અમુક કિલ્લાઓ જોવા મળે છે ત્યારે પુરાતત્વ ખાતા અને વહીવટી તંત્ર દ્વારા આનું યોગ્ય જતન કરવામાં આવે તો આપણો પાટણનો ઐતિહાસિક વારસો જળવાઇ રહી તેવું તેમણે સૂચન કર્યું હતું.


આ પ્રસંગે સિનિયર સિટીઝન કાઉન્સિલ નાં પ્રમુખ શંકરલાલ કાળીદાસ પટેલ દ્વારા ઉદધોષક નું સાલ તાથા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને કાઉન્સિલના સભ્યો ના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી.

#PATAN NEWS #RANI KI VAV