પાટણ જિલ્લામાં પ્રવેશોત્સવમાં સરકારી શાળાને રૂ . 74.56 લાખનું દાન મળ્યું

પાટણ જિલ્લામાં પ્રવેશોત્સવમાં સરકારી શાળાને રૂ . 74.56 લાખનું દાન મળ્યું

પાટણ જિલ્લામાં પ્રવેશોત્સવમાં સરકારી શાળાને રૂ . 74.56 લાખનું દાન મળ્યું ગરીબ મધ્યમ વર્ગના બાળકોને ગામડાઓની સરકારી શાળામા પુરતી સુવિધા મળી રહે અને તેઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે તે માટે પાટણ જિલ્લામાં બાળકો અને શાળાઓ માટે દાતાઓએ ખુલ્લા હાથે દાનનો ધોધ વહાવ્યો છે . 792 સરકારી પ્રાથમિક શાળાઓમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો . જેમાં જુદી જુદી શાળાઓને કુલ રૂ . 74. 59 લાખ લોક સહયોગ સાંપળ્યો છે . જેમાં રોકડ સ્વરૂપે રૂ 7. 33 લાખ અને વસ્તુ સ્વરૂપે રૂ . 67. 26 લાખ દાતાઓએ અર્પણ કર્યા છે . પાટણ જિલ્લામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં દાતાઓએ બાળકો માટે યુનિફોર્મ , બુટ – મોજા , શૈક્ષણિક કીટ , ફુલસ્કેપ ચોપડા , પેન , પેન્સિલ , નોટબુક સહિતની શૈક્ષણિક વસ્તુઓ માટે ખુલ્લા હાથે દાન આપ્યું છે . તો બીજીબાજુ શાળા વિકાસ માટે અને રમત ગમતના મેદાન માટે પણ દાતાઓ તરફથી શાળાઓને આર્થિક સહયોગ મળ્યો છે . જેમાં 10 શાળાઓને રૂ . 17 . 33 લાખનું દાન મળ્યું છે . જેમાં સાંતલપુરની બોરૂડા પ્રાથમિક શાળાને હર્ષદભાઈ જયંતીલાલ ઠક્કરે વસ્તુ સ્વરૂપે રૂ . 4 લાખની માતબર રકમનું દાન આપ્યું છે.

સરકારી બુનિયાદી મિશ્ર પ્રયોગશાળા પાટણને રમત ગમત મેદાન માટે વિનોદભાઈ રાઠોડે રૂ . 100000 હાર્દિકભાઈ રાવલે યુનિફોર્મ માટે રૂ . 90000 ધુમડ પ્રા . શાળાના બાળકોનાયુનિફોર્મ , બુટ મોજા , અને શૈક્ષણિક કીટ માટે પ્રવિણસિંહ ગોહિલે રૂ . 2. 50 લાખ અરીઠા પ્રા . શાળાના બાળકોને બે જોડી યુનિફોર્મ માટે શૈલેષભાઈ પટેલે રૂ . 1. 20 લાખ સમી તાલુકાની 22 શાળાઓના બાળકોને શૈક્ષણિક કીટ આપવા રફિકભાઈ પ્યાર અલી ખોજાએ રૂ . 1. 80 લાખ જ્યારે નાનીચંદુર શાળાના બાળકોને શૈક્ષણિક કીટ માટે ભરતભાઈ શાહ જૈન પરિવાર અમદાવાદ દ્વારા રૂ . 1. 31 લાખ રામનગર ( ભીલોટ ) પ્રા . શાળાના બાળકોના યુનિફોર્મ માટે રૂ . 111111 અર્પણ કર્યા છે . તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો દિનેશભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું

#PATAN NEWS #K C PATEL #ShalaPraveshotsav2022 #PATAN SCHOOL