LRD ના પરીણામ જાહેર કરવાને લઈને ભરતી બોર્ડના ચેરમેને આપ્યું આ નિવેદન

અપેક્ષા મુજબ 20 ઓગસ્ટ આસપાસ રીઝલ્ટ જાહેર થાય તેવી શક્યતાઓ

LRD ના પરીણામ જાહેર કરવાને લઈને ભરતી બોર્ડના ચેરમેને આપ્યું આ નિવેદન

એલઆરડી ભરતીની પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષા બાદ રીઝલ્ટની રાહ જોતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એલઆરડી ભરતી મુદ્દે હસમુખ પટેલે પરીણામને લઈને કહ્યું કે, જુલાઈ મહિનામાં દસ્તાવેજ ચકાસણી કામગિરી પૂર્ણ કરવામાં આવશે. પીએસઆઈ ભરતીના ઉમેદવારોનું ફાઈનલ રીઝલ્ટ આવ્યા પછી એલઆરડીનું પરીણામ જાહેર કરવામાં આવશે. પીએસઆઈનું પરીણામ જુલાઈ એન્ડમાં કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આવે તેવી શક્યતાઓ છે તેમ હસમુખ પટેલે એ પણ કહ્યું હતું. પરીણામ આવે ત્યારે દસ્તાવેજ ચકાસણી અને રીઝલ્ટ જાહેર થાય એ પછી અપેક્ષા મુજબ 20 ઓગસ્ટ આસપાસ રીઝલ્ટ જાહેર કરીશું.

તેમણે વધુમાં કહ્યું કે, લેખિત પરીક્ષા વખતે જે ગેરરીતીમાં સામેલ હતા તેમને ગેરલાયક ઠેરવ્યા છે. રાજ્ય સરકારની ભરતીમાં ગેરલાયક ઠેરવવા માટેની દરખાસ્ત સરકરામાં કરવા માટે નિર્ણય લીધો છે. આવા 14 ઉમેદવારોની યાદી વેબસાઈટમાં મુકવામાં આવ્યા છે. તેમાં પણ ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાં જે સામેલ હતા તેમનું લેખિત પરીક્ષાનું પરીણામ જ જાહેર કરવામાં નથી આવ્યું. તેવું હસમુખ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. 
ઉલ્લેખનીય છે કે, ઘણા સમયથી ઉમેદવારો આ ભરતીને લઈને રાહ જોઈ રહ્યા છે ત્યારે પરીક્ષાની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે રીઝલ્ટની રાહ જોવામાં આવી રહી છે ત્યારે દોઢ મહિના આસપાસના સમયગાળા રીઝલ્ટ જાહેર થઈ શકે છે.

#LRD #LRD RESULT #PSI #POLICE