ભારત ભરમાં સૌ પ્રથમવાર પાટણ જગન્નાથ મંદિર ખાતે ૨૧ ભૂદેવો દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથા યોજાઈ

તમામ ભૂદેવોએ એક પણ રૂપિયો દક્ષિણા લીધા વીના સંગીત નાં સુમધુર સુરો અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે સત્યનારાયણ ની કથાનું રસપાન કરાવ્યું..

ભગવાન શ્રી જગન્નાથજી ની ૧૪૦ મી રથયાત્રા ને અનુલક્ષી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તિ સભર આયોજન કરાયું..

ભારત ભરમાં સૌ પ્રથમવાર પાટણ જગન્નાથ મંદિર ખાતે ૨૧ ભૂદેવો દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથા યોજાઈ

પાટણ તા.૩૦
પાટણના શ્રી જગદીશ ભગવાનના મંદિર પરિસર ખાતે 140 મી રથયાત્રાને અનુલક્ષીને અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે બુધવારના પવિત્ર દિવસે મંદિર પરિસર ખાતે ધાર્મિક પ્રસંગોની સાથે સાથે સમગ્ર ભારત ભરમાં સૌ પ્રથમવાર ૨૧ ભૂદેવો નાં સમૂહ દ્વારા એક પણ રૂપિયો દક્ષિણા લીધા વીના સંગીત નાં સુરો વચ્ચે ભક્તિ સભર માહોલમાં ભગવાન શ્રી સત્યનારાયણ ની કથાનું આયોજન કરાવવામાં આવ્યું હતું.
શ્રી જગદીશ ભગવાનના મંદિર પરિસર ખાતે જગદીશ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા રાત્રે ૮-૩૯ કલાકના શુભ મુહુર્તમાં શ્રી જગન્નાથજીનાં સાનિધ્યમાં આયોજિત કરવામાં આવેલ ૨૧ વિદ્વાન ભૂદેવના મંત્રોચ્ચાર સાથે સંગીતમય શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં જગન્નાથ ભક્તો સહિત પાટણની ધમૅપ્રેમી જનતા એ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.


પાટણના શ્રી જગદીશ ભગવાનના મંદિર ખાતે સૌ પ્રથમવાર આયોજિત શ્રી સત્યનારાયણ ભગવાનની કથાના યજમાન પદે ભાવેશભાઈ મોદી, ચેતનભાઇ રામી અને જીતુભાઈ ગુપ્તા પરિવારે લ્હાવો લીધો હતો.
પાટણ શહેરના જગદીશ મંદિર ખાતે થી ચાલું સાલે નિકળનારી ભગવાન શ્રી જગન્નાથજી ની ૧૪૦ મી રથયાત્રા ને અનુલક્ષીને આયોજિત ધાર્મિક ઉત્સવો ને સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત રથયાત્રા સમિતિ સાથે જગન્નાથ ભક્તો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ એ જણાવ્યું હતું.

#PATAN NEWS #JAGGANNATHJI