શ્રી જગન્નાથ ભગવાન નો ૨૧ ભૂદેવો નાં વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે સહસ્ત્ર ધારા સાથે મહા અભિષેક કરવામાં આવ્યો..

યજમાન પરિવારે મહા આરતી,મહા અભિષેક, ભગવાનના રથોની પુજા અર્ચના સહિતના ધાર્મિક ઉત્સવો નો લ્હાવો લઈ ધન્યતા અનુભવી.

મહા અભિષેક નાં પ્રસંગને લઈને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું..

શ્રી જગન્નાથ ભગવાન નો ૨૧ ભૂદેવો નાં વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે સહસ્ત્ર ધારા સાથે મહા અભિષેક કરવામાં આવ્યો..

પાટણ તા.૩૦
પાટણ શહેરના જગન્નાથ મંદિર પરિસર ખાતે અષાઠ સુદ એકમ ને ગુરૂવારના પવિત્ર દિવસે ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા પૂર્વે ભગવાન શ્રી જગન્નાથજી સહિત પરિવાર ની મહા આરતી સાથે અતર, ગુલાબ
જળ, ગાયનું દુધ,કેસર, ગંગાજળ સહિતની ઔષધીઓ સાથે ૨૧ ભૂદેવો નાં વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે સહસ્ત્ર ધારા વડે મહા અભિષેક નિજ મંદિર પરિસર ખાતે યજમાન પરિવાર અ.સૌ.વૈશાલીબેન હરેશભાઈ વિરચંદભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યો હતો.


શ્રી જગન્નાથજી મંદિર પરિસર ખાતે આયોજિત આ મહા અભિષેક પ્રસંગ સહિતના ધાર્મિક ઉત્સવો નાં દશૅન નો લાભ લેવા વહેલી સવારથી જ યજમાન પરિવાર સહિત જગન્નાથ ભક્તો મંદિર પરિસર ખાતે ઉમટી પડ્યા હતા.
ભગવાન શ્રી જગન્નાથજી ની ૧૪૦ મી રથયાત્રા પૂર્વે પરંપરા અનુસાર આયોજિત કરવામાં આવતા ભગવાન શ્રી જગન્નાથજી,ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી નાં મહા આરતી, મહા અભિષેક અને ત્રણેય રથોની પુજા અર્ચના પ્રસંગ ને લઈને ભગવાનના મંદિર પરિસર ને રંગબેરંગી ફુલો થી શણગારવામાં આવ્યું હતું તો ભગવાનને પણ સૌ પ્રથમવાર મોર પીછ ની આંગી રચના કરવામાં આવી હતી.


મહા અભિષેક નાં પાવન પર્વ ને સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત રથયાત્રા સમિતિ સહિત ભગવાન જગન્નાથજી ના ભક્તજનો દ્વારા સુંદર સહિયોગ સાંપડ્યો હોવાનું મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ એ જણાવ્યું હતું.
ભગવાન શ્રી જગન્નાથજી સહિત પરિવાર નાં મહા અભિષેક સંપન્ન બાદ ઉપસ્થિત ભાવિક ભક્તો એ સમુહ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.