ભગવાન શ્રી જગન્નાથજી અને ભાઈ બલભદ્ર નાં સાનિધ્યમાં બહેન સુભદ્રાજી નું ડાયમંડ નાં અલંકાર સાથે ભવ્ય મામેરૂં ભરવામાં આવ્યું.

યજમાન પરિવાર નાં નિવાસ સ્થાનેથી બહેન સુભદ્રાજી ના વાજતે ગાજતે નિકળેલા મામેરા માં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા..

બહેન સુભદ્રાજી નું મામેરૂં જગદીશ મંદિર પરિસર ખાતે આવી પહોંચતા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું..

મામેરાની શોભાયાત્રા માં બે ગજરાજ, ત્રણ ધોડેશ્ર્વાર,બે બગી,બે બેન્ડ,અને કાર્ટુન આકષૅણ નું કેન્દ્ર બન્યા..

ભગવાન શ્રી જગન્નાથજી અને ભાઈ બલભદ્ર નાં સાનિધ્યમાં બહેન સુભદ્રાજી નું ડાયમંડ નાં અલંકાર સાથે ભવ્ય મામેરૂં ભરવામાં આવ્યું.

પાટણ તા.૩૦
પાટણમાં ભગવાન શ્રી જગન્નાથજી ની ભવ્યાતિ ભવ્ય ૧૪૦ મી રથયાત્રા ઉજવવા માટે સમગ્ર શહેરીજનોમાં અનેરો આનંદ ઉમંગ છવાયો છે. ત્યારે ગુરૂવારના શુભ દિવસે ભગવાન શ્રી જગન્નાથજી અને ભાઈ બલભદ્ર નાં સાનિધ્યમાં બહેન સુભદ્રાજી નાં મામેરા નો પ્રસંગ યજમાન પરિવાર દ્વારા ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો.


મૂળ પાટણના ભેસાતવાડા વિસ્તારમાં રહેતા અને ધણા વર્ષો થી મહેસાણા સ્થાયી થયેલા હરેશભાઈ વિરચંદ
ભાઈ જોષી પરિવારના અ.સૌ. વૈશાલીબેન હરેશભાઈ જોષી પરિવાર દ્વારા લ્હાવો લીધો છે.


યજમાન પરિવાર દ્વારા ચાલુ વર્ષે બહેન સુભદ્રાજી નાં મામેરા માં રાજકોટ માં તૈયાર કરવામાં આવેલ ડાયમંડ નાં હાર નંગ ૫,, ડાયમંડ કંડલા જોડ ૪,પાધડી આકારના હિરા મોતી ઝડીત મુગટ ૨,સાદા મુગટ ૭, ડાયમંડ નાં છતર ૩, મશરૂમ માંથી તૈયાર કરવામાં આવેલા વાંધા ૬ જોડ ,જરદોસી વકૅની પીછવાઈ, ડ્રાઇફ્રુટ,પિત પિતામ્બર, ૧ ગ્રામ સોના ના હાર ૩ અને ૭૫૦ ગ્રામ ચાંદી,સૌભાગ્ય વતી ના તમામ પ્રકારના સણગાર અને રોકડ રકમ સાથે નું મામેરૂં યજમાન પરિવાર નાં ભેસાતવાડા સ્થિત નિવાસસ્થાને થી સણગારેલ બે બગી,બે ગજરાજ, ત્રણ ધોડેશ્ર્વાર,બે બેન્ડ અને કાર્ટુન સાથે ભક્તિ સંગીતના સુરો વચ્ચે પ્રસ્થાન પામી શહેરના હિગળાચાચર, ચતુર્ભુજ બાગ,જુનાગંજ બજાર,મેઈન બજાર,ઘીવટા થઈ ને ભગવાન શ્રી જગન્નાથજી નાં મંદિર પરિસર ખાતે આવી પહોંચતા મંદિર ટ્રસ્ટ સહિત જગન્નાથ ભક્તો દ્વારા મામેરા નું ભવ્યાતિભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું.
યજમાન પરિવાર નાં નિવાસ સ્થાને થી નિકળેલ બહેન સુભદ્રાજીના મામેરા ની શોભાયાત્રા મા યજમાન પરિવાર સગા સંબંધીઓ અને સ્નેહમિત્રો સાથે જગદીશ મંદિર ટ્રસ્ટ નાં ટ્રસ્ટી ગણ સહિત જગન્નાથ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી નાં રૂડાં આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

#PATAN NEWS #JAGGANNATHJI #RATHYATRA