પાટણ તાલુકાના નાના રામણદા ગામે અનુસુચિત જાતિના વિસ્તારમાં પેવર બ્લોક ની કામગીરી શરૂ કરાઇ..

પાટણ તાલુકા પંચાયત ની ખાસ અંગભુત યોજના ની ગ્રાન્ટ માંથી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા કામગીરી નો પ્રારંભ કરાવ્યો.

પાટણ તાલુકાના નાના રામણદા ગામે અનુસુચિત જાતિના વિસ્તારમાં પેવર બ્લોક ની કામગીરી શરૂ કરાઇ..

પાટણ તાલુકાના નાના રામણદા ગામે અનુસુચિત જાતિ વિસ્તારમાં પાટણ તાલુકા પંચાયત ની ખાસ અંગભુત યોજના અંતર્ગત ની ગ્રાન્ટ માંથી મંજૂર કરવામાં આવેલ પેવર બ્લોક ની કામગીરી નો આષાઢી બીજ નાં પવિત્ર દિવસે પાટણ તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પાટણ તાલુકા નાં નાના રામણદા ગામનાં અનુસુચિત જાતિ વિસ્તારના રહીશો ની પેપર બ્લોકની માંગણી સંતોષાતા વિસ્તારના રહીશો દ્વારા પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર નો આભાર વ્યક્ત કર્યો હતો.


પેવર બ્લોક ની કામગીરી નાં પ્રારંભ પ્રસંગે ગામના પુર્વ સરપંચ મોતીભાઈ દેસાઈ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.