પાટણ માં ૧૪૦મી રથયાત્રા દરમિયાન ફિનોલેક્સ કંપની દ્વારા ભક્તોને બાલુશાહી પ્રસાદનો સ્વાદ ચખાડ્યો…

પાટણ માં ૧૪૦મી રથયાત્રા દરમિયાન ફિનોલેક્સ કંપની દ્વારા ભક્તોને બાલુશાહી પ્રસાદનો સ્વાદ ચખાડ્યો…

પાટણ શહેરમાં અષાઢી બીજ ને શુક્રવારના રોજ નીકળેલ ભગવાન જગન્નાથની ૧૪૦મી રથયાત્રામાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભક્તો માટે વિવિધ પ્રકારના પ્રસાદ અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે પીવીસી પાઇપ બનાવતી ફિનોલેક્સ કંપની દ્વારા દર સાલની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તોને બાલુશાહીની મીઠાઇનો સ્વાદ ચખાડ્યો હતો.


આ પ્રસંગે કંપનીના માર્કેટિંગ મેનેજર રાકેશભાઇ પટેલ તથા ડીલરના અન્ય કર્મચારીઓ પણ સહભાગી બન્યા હતા. ફિનોલેક્સ કંપની દ્વારા રથયાત્રામાં સ્પોન્સર કરાયેલ બંન્ને ગજરાજ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. કંપની દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર આયોજીત પ્રસાદનો લાભ લઇ ભક્તજનોએ આનંદ અનુભવ્યો હતો.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl