પાટણ ની એકસપેરીમેન્ટલ હાઈસ્કૂલ ખાતે અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર બનવાની તક વિષય પર સેમીનાર યોજાયો…

ધોરણ ૧૨ નાં ૧૦૦ થી વધુ વિધાર્થીઓને અગ્નીવીર યોજના ની વિસ્તૃત જાણકારી પ્રદાન કરવામાં આવી.

પાટણ ની એકસપેરીમેન્ટલ હાઈસ્કૂલ ખાતે અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર બનવાની તક વિષય પર સેમીનાર યોજાયો…

પાટણ તા.૨
પાટણ ની એકસપેરીમેન્ટલ શાળામાં અગ્નીવીર યોજના અંતર્ગત અગ્નિવીર બનવાની સુંદર તક વિષય પર સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું .


આ સેમિનારમાં શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર, મુખ્ય વક્તા લશ્કરી નાયક રીદેશ કુમાર તથા વેદ પ્રકાશ ઉપરાંત રોજગારી કચેરી પાટણ માંથી અશોક સોલંકી તથા સિદ્ધાર્થ રાવળ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ધોરણ 12 માં અભ્યાસ કરતા 100 થી વધુ વિદ્યાર્થીઓને અગ્નિપથ યોજના અંતર્ગત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી .

અભ્યાસની સાથે સાથ સુંદર નોકરી ઉપરાંત દેશભક્તિનું ગૌરવ અને આર્થિક ઉપાર્જનની તક મેળવવાનો અવસર એટલે અગ્નિપથ યોજના તે વિષય પર તમામ વક્તાઓએ ખુબ ઊંડો પ્રકાશ પાડયો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન તથા સંકલન શાળાના શિક્ષક ઝુઝારસિંહ સોઢા એ કર્યું હતુ.

#PATAN NEWS #PATAN SCHOOL #AGNIVEER #AGNIPATH