ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા માં જેમ્સ ફાઉન્ડેશન ની સેવાકિય પ્રવૃત્તિ સરાહનીય બની..

રાજકીય,સામાજિક આગેવાનો એ યુવાનોની સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવી..

ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા માં જેમ્સ ફાઉન્ડેશન ની સેવાકિય પ્રવૃત્તિ સરાહનીય બની..

પાટણ તા.૩
અષાઢી બીજ ના પવિત્ર દિવસે પાટણ જગદીશ મંદિર પરિસર ખાતે થી નિકળેલી જગન્નાથ ભગવાનની ૧૪૦ રથયાત્રામાં શહેર ની સેવાકિય સંસ્થા જેમ્સ ફાઉન્ડેન પાટણ દ્વારા રથયાત્રા ને સફળ બનાવવા સહિયોગી બનેલાં પોલીસ કર્મચારી તેમજ ભગવાન નો રથ ખેચનારા ભક્તો સહિતના ઓને લીંબુ સરબત ની બોટલ વિતરણ કરવામાં આવી હતી.


જેમ્સ ફાઉન્ડેશનની ઉપરોકત સેવાકીય પ્રવૃત્તિ ને રાજ્ય સરકારના શિક્ષણમંત્રી કિર્તિસિંહ વાઘેલા,પાટણ જિલ્લા પ્રમુખ ડો.દશરથજી ઠાકોર ,પૂવૅ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ સહિતના રાજકીય સામાજિક આગેવાનો એ સરાહનીય લેખાવી જેમ્સ ફાઉન્ડેશન ના સેવા કેમ્પની કામગીરીને બિરદાવી આ સેવા કાર્યમાં જોડાયેલા જેમ્સ ફાઉન્ડેશન નાં તમામ સેવાભાવી યુવાનો ને બિરદાવ્યા હતા.

#PATAN NEWS #JAGGANNATHJI