રોટરી કલબ ઓફ પાટણ પરિવારનાં વષૅ 2022-23 નાં પ્રમુખ-મંત્રી સહિત નાં સભ્યો નો પદગ્રહણ સમારોહ યોજાયો..

રોટરી ની સેવા જન જન સુધી પહોંચાડવાનું કામ રોટરિયન પરિવાર ની છે : રો.ડો.ચિરાના

રોટરી કલબ ઓફ પાટણ ની સેવાઓ હંમેશા સરાહનીય બની છે : કે.સી.પટેલ

વષૅ 2022-23 નાં પ્રમુખ તરીકે જયરામભાઇ પટેલ અને મંત્રી તરીકે ડો.બિરેન પટેલ ની વરણી કરવામાં આવી..

રોટરી કલબ ઓફ પાટણ પરિવારનાં વષૅ 2022-23 નાં પ્રમુખ-મંત્રી સહિત નાં સભ્યો નો પદગ્રહણ સમારોહ યોજાયો..

પાટણ શહેરમાં અનેકવિધ સેવા પ્રવૃતિ કરતી રોટરી કલબ ઓફ પાટણ પરિવારનાં વષૅ 2022-23 નાં પ્રમુખ, મંત્રી સહિત કારોબારી સમિતી ની સવૉનુમતે વરણી કરવાનો કાર્યક્રમ રવીવાર નાં રોજ શહેરના સંતોકબા હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
વષૅ 2022-23 ની સેવા પ્રવૃતિની નવ નિયુક્ત ટીમના પદગ્રહણ સમારોહ પૂર્વ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં ક્લબના સભ્યો સહિત પાટણનાં રકતદાતાઓએ સ્વૈચ્છાએ પોતાનું બ્લડ ડોનેટ કરી કેમ્પ ને સફળ બનાવવા સહભાગી બન્યા હતા.
રોટરી કલબ ઓફ પાટણ પરિવાર દ્વારા આયોજિત આ પદગ્રહણ સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહેલા રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2022-23 નાં રો.ડો.બલવંતસિહ ચિરાના એ નવા વષૅ નાં પ્રમુખ જયરામભાઇ પટેલ અને મંત્રી ડો.બિરેન મહેન્દ્રભાઈ પટેલ સહિતના સભ્યો ને સપથ ગ્રહણ કરાવી પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે રોટરી કલબ ની સેવાઓ જન જન સુધી પહોંચાડવાનું સત્કાર્ય રોટેરિયન પરિવાર નું રહેલું છે ત્યારે નવીન ટીમ પણ આ સેવા પ્રવૃતિ ને વિસ્તારે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.


આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે રોટરી ક્લબના મહત્વ નાં બે પ્રોજેક્ટો ની સરાહના કરી હતી જેમાં નવરાત્રી મહોત્સવ અને ક્રિકેટ ટુર્નામેન્ટ નાં આયોજન ને તેઓએ સરાહનીય લેખાવી નવ નિયુક્ત પ્રમુખ, મંત્રી સહિત ની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.


રોટરી કલબ ઓફ પાટણ નાં વષૅ 2021-22 નાં પ્રમુખ મંત્રી સહિત ની ટીમ દ્વારા કરાયેલી સેવા પ્રવૃતિ બદલ મળેલા 11 એવોડૅ ને ઉપસ્થિત સૌએ તાલીયોના ગડગડાટ થી વધાવી પ્રમુખ રાજેશ મોદી અને મંત્રી શૈલેષ સોની સહિતની ટીમ ને બિરદાવી હતી.આ કાયૅક્રમ માં મોટી સંખ્યામાં રોટરી પરિવાર સહિત પાટણની વિવિધ સેવાકીય સંસ્થાઓના વડાઓ, પાટણના પ્રબુધ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ નું સફળ સંચાલન રો.બાબુભાઈ પ્રજાપતિ એ સુંદર રીતે નિભાવ્યું હતું.