મીટર આધારિત વિજ દરને હોષૅપાવર આધારિત વીજદરમાં લાવવાની માંગ સાથે ખેડુતો ની રેલી યોજાઇ..

પાટણ જિલ્લા કિસાન સંઘ દ્વારા ખેડૂતો ની વિવિધ સમસ્યાના નિરાકરણ માટે સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું..

મીટર આધારિત વિજ દરને હોષૅપાવર આધારિત વીજદરમાં લાવવાની માંગ સાથે ખેડુતો ની રેલી યોજાઇ..

વર્તમાન સમયમાં કિસાનોને વિજપુરવઠો હોર્ષ પાવર આધારિત અને મીટર આધારિત આપવામાં આવે છે. જેમાં બંનેના વીજદરમાં તફાવત છે જેથી વીજમીટર આધારિત ખેડૂતોને નુકશાની જાય છે જેથી મીટર આધારિત ખેડૂતોને પણ હોષૅપાવર આધારિત ભાવથી વીજપુરવઠો આપી સમાન વીજદર લાવવા અને ખેડૂતોના સ્થાનિક પ્રશ્નો નાં નિરાકરણ ની માંગ સાથે સોમવાર ના રોજ પાટણ જિલ્લા કિસાન સંઘ નાં નેજા હેઠળ ખેડૂતો એ રેલી યોજી સુત્રોચ્ચાર સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.


પાટણ જિલ્લા કિસાન સંઘ દ્વારા આયોજિત આ રેલી સહિતના કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ જોડાઈ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતુ કે ખેડૂતોના મીટર આધારિત બોરવેલ નું બિલ પાવર આવે તેમાં વીજદર સમગ્ર ગુજરાતમાં પ્રેરિત વીજદરમાં સમાવવા, રી-સર્વેની કામગીરીમાં થયેલી ભૂલોનો તાત્કાલિક અસરથી સુધારા કરવા,પાટણ વિસ્તારના પાણીના તળ ઉંડા હોવાથી સુજલામ સુફલામ યોજના તેના મૂળ સ્વરૂપે ચાલુ રાખી સમગ્ર વિસ્તારની નદી, વહેણ અને તળાવોમાં પાણી આપવું, મીટર આધારિત બોરવેલનું વીજબીલ દર બે મહિને ભરાશે.

ફિસ ચાર્જમાં રાહત આપવી,સ્વૈચ્છિક લોડ વધારાની સ્કીમ લાવવી, બોરવેલ પર જો વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહેવી,ફિક્સ ચાર્જ માં રાહત આપવી, કિશાન સૂર્યોદય યોજના દિવસે વીજળી તત્કાળ સમગ્ર ગુજરાત માં અમલી કરવી, સ્કાય યોજના ફરી લાગુ કરવી જેવી બાબતો નાં ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવ્યો હોવાનું પાટણ જિલ્લા કિસાન સંઘ નાં સુત્રોએ જણાવ્યું હતું.