પાટણ જુનાગંજ પોલીસ ચોકી પરિવાર દ્વારા ભગવાન જગન્નાથ નાં ભક્તોને મહાપ્રસાદ ની સેવા પુરી પાડવામાં આવી..

જિલ્લા પોલીસ વડા સહિત જગન્નાથ ભક્તો એ જુનાગંજ પોલીસ પરિવાર ની સેવા ને બિરદાવી..

જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા..

પાટણ જુનાગંજ પોલીસ ચોકી પરિવાર દ્વારા ભગવાન જગન્નાથ નાં ભક્તોને મહાપ્રસાદ ની સેવા પુરી પાડવામાં આવી..

પાટણમાં શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ની ૧૪૦ મી રથયાત્રા માં જુનાગંજ પોલીસ ચોકી ના પીએસઆઈ વી એમ સોલંકી અને સ્ટાફ દ્વારા મહા પ્રસાદ નાં સેવા કેમ્પ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ ની પ્રેરણાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક સી. એલ. સોલંકી તથા
એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઈ. એ. સી. પરમાર ના માર્ગદર્શન હેઠળ જુનાગંજ ચોકી ના પી.એસ.આઈ વી. એમ. સોલંકી તથા હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સત્યમકુમાર, પરેશકુમાર અરવિંદકુમાર, અતુલભાઈ સહિત નાં સ્ટાફ મિત્રોએ ભગવાન શ્રી જગન્નાથ ની ૧૪૦ મી રથયાત્રા અનુસંધાને જૂનાગંજ ખાતે આયોજિત કરેલા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ જે મહાપ્રસાદ નાં સેવા કેમ્પ નો મોટી સંખ્યામાં જગન્નાથ ભક્તો એ લાભ લીધો હતો.


જુનાગંજ પોલીસ પરિવાર દ્વારા આયોજિત મહાપ્રસાદ નાં સેવા કેમ્પ ની જિલ્લા પોલીસ વડા સહિત જગન્નાથ ભક્તો એ સરાહના કરી હતી.
ભગવાન શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ તરફથી જૂનાગંજ પોલીસ ચોકી દ્વારા મહાપ્રસાદ નાં આયોજકો ને મહાપ્રસાદની સેવા આપવા બદલ સન્માન પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl