સ્વામિત્વ યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં ડ્રોનથી થશે જમીન માપણી કરાશે.

પાટણ જિલ્લામાં સિધ્ધપુર તાલુકા માંથી જમીન માપણી સરવેની કામગીરી શરૂ કરાશે.

ભારત સરકારના સરવે ઓફ ઈન્ડિયા અને મહેસુલ તેમજ પંચાયત વિભાગ સંયુક્ત રીતે કરશે જમીન માપણીની કામગીરી.

સ્વામિત્વ યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં ડ્રોનથી થશે જમીન માપણી કરાશે.

ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના એટલે સ્વામિત્વ યોજના. ભારત સરકારના પંચાયતીરાજ મંત્રાલય દ્વારા દાખલ કરવામાં આવેલી આ યોજના અંતર્ગત દેશમાં જમીની માપણી સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વર્ષે કરવામાં આવતી જમીન માપણીની સરવેની વિશેષતા એ છે કે આ માપણી ડ્રોનથી કરવામાં આવશે. રાજ્યના પંચાયત વિભાગ તથા મહેસુલ વિભાગ અને ભારત સરકારના સરવે ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે જમીન માપણીની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત રાજ્યના પ્રાથમિક તબક્કામાં જિલ્લામાં હેડક્વાર્ટર તાલુકાના ૨૨૯૪ ગામોમાં ડ્રોનથી માપણી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યના ૨૭ જિલ્લામાં ૧૩૦૮ ગામોમાં ડ્રોનથી માપણી પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્વામિત્વ યોજના અંતર્ગત જમીન સરવેની આ કામગીરીમાં પાટણ જિલ્લાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લાનાં સિધ્ધપુર તાલુકાથી આ કામગીરીની શરૂઆત કરવામાં આવશે.


ડ્રોનથી જમીન માપણીના આ સરવેની કામગીરીમાં ગ્રામજનોને માહિતગાર કરવા માટે ગ્રામીણ વિસ્તારમાં ગ્રામસભાઓ યોજવામાં આવશે. ગામોમાં ડ્રોન સરવે કરતા પહેલા મિલકતોને ચુના માર્કિંગ કરવામાં આવશે. સ્વામિત્વ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં સરવે ઓફ ઇન્ડિયાની મદદથી ડ્રોન દ્વારા જમીન માપણી કરી પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કામગીરી હાલ પૂરજોશમાં છે.
સરવે ઓફ ઈન્ડિયા દ્વારા ડ્રોનની નવી આઉટસોર્સીંગથી 6 ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમ દ્વારા તા.૧૧/૦૭/૨૦૨૨થી સિધ્ધપુર તાલુકામાં આવેલા અલગ અલગ ગામમાં જમીન માપણીની શરૂ થશે. સિધ્ધપુર તાલુકાના ગામોમાં ડ્રોન દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવશે.


સ્વામિત્વ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગામડાઓમાં રહેતા લોકોના જમીન અધિકારોને રેકોર્ડ કરવાનો અને મિલકતના માલિકોને પ્રોપર્ટી કાર્ડ આપવાનો છે. આ યોજના અંતર્ગત તમામ ગ્રામીણ વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ ટેકનોલોજી થકી સર્વે થશે.
સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડથી ગ્રામીણ આયોજન માટે જમીનનો સાચો રેકોર્ડ જાળવે છે અને મિલકતના વિવાદોને ઘટાડવામાં મદદ કરે છે.
જે નાગરિકોને ગ્રામીણ વિસ્તારોમાં માલિકીનું પ્રોપર્ટી કાર્ડ મળ્યું છે તેઓ લોન લેવા અને અન્ય નાણાકીય લાભો માટે નાણાકીય સંપત્તિ તરીકે તેનો ઉપયોગ કરી શકે છે. મિલકત ટેક્સની તપાસ કરવામાં પણ મદદ કરે છે, જે ગ્રામ પંચાયતો દ્વારા વસુલવામાં આવે છે.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl