રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું…

રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું…

રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં આવેલ ઓડિટોરિયમ હોલમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત અને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પુનાભાં લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ ૨૦૨૨ અંતર્ગત ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ અકેડેમીના કોઓર્ડિનેટર (ગુજરાત રાજ્ય) ભરત પાઠક અને ડૉ. દર્શન વ્યાસ (HOD- PHYSICS, HNGU) તથા પાટણ જિલ્લા બાળવિજ્ઞાન પરિષદ અકેડેમીના કોઓર્ડિનેટર આર.વી. મહારાજ ઉપસ્થિત હતા.


આ ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામમાં જિલ્લા કક્ષાની જુદી જુદી શાળાઓ ના ૨૦૦ જેટલા ટીચરોએ ભાગ લીધો હતો.
રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ આવેલ મહેમાનોને સાલ ઓઢાડી સન્માન કર્યું અને તમામ શિક્ષક મિત્રોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું,

અને રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં આવેલી તમામ ગેલેરીઓની ટૂંકમાં માહિતી આપી હતી. ત્યારબાદ આવેલા મહાનુંભાવો દ્વારા બધા શિક્ષક મિત્રોને બાળકોને ભવિષ્યમાં કેવી રીતે તૈયાર કરી શકાય તેના વિષે મહત્વપૂર્ણ માહિતી આપી શિક્ષક મિત્રોએ રિજિઓનાલ સાયન્સ સેન્ટર ની વિવિધ પ્રકારની ગેલેરીઓની મુલાકાત કરી અને 5D થિયેટર જેવી અધ્યતન ટેકનોલોજીનો આનંદ માણી ખુબજ આનંદ અનુભવ્યો હતો.
આ કાર્યક્રમ નું સંચાલન કોઓર્ડીનેટર વનવીરભાઈ ચૌધરી દ્વારા અને આભાર વિધિ દર્શનભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl