પાટણની કુમારપાળ સોસાયટી માગૅ પર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા કમર કશે : રહીશો..

માગૅ પરની ઈલેક્ટ્રીક ડીપી માં વરસાદી પાણીના કારણે અકસ્માત સજૉવાની ભીતી..

અનેક વખત પાલિકા સમક્ષ રજુઆત કરવાની સાથે ધારાસભ્ય ને સ્થળ પર બોલાવી અવગત કર્યા હોવા છતાં પરિસ્થિતી જૈસે થે..

પાટણની કુમારપાળ સોસાયટી માગૅ પર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા કમર કશે : રહીશો..

પાટણ શહેરમાં છેલ્લા બે દિવસ પડેલા વરસાદને કારણે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદભવવા પામી છે જેને લઇને રાહદારીઓ સહિત વાહન ચાલકો ને મુશ્કેલી ભોગવવી પડી રહી છે ત્યારે શહેરના કુમારપાળ સોસાયટી ના મેઈન રોડ ઉપર વરસાદી પાણી ભરાતાં અને માગૅ પર ઇલેક્ટ્રિક ડીપી હોવાનાં કારણે આજુબાજુની લગભગ 10 સોસાયટીઓનો રહિશો ને આ માગૅ પરથી પસાર થવું જોખમ કારક બની રહ્યું છે. આ માગૅ પર દર ચોમાસે ભરાતા વરસાદી પાણી ના નિકાલ બાબતે અગાઉ કેટલીય વાર નગરપાલિકામાં રજુઆત કરવાની સાથે રહિશો દ્વારા પાટણના ધારાસભ્યને પણ રૂબરૂમાં સ્થળ પર બોલાવી પાણી ભરાવવાની સમસ્યા થી અવગત કરવામાં આવ્યા હોય છતાં પણ આજ દિન સુધી આનો કાયમી નિકાલ થયેલ નથી.
આ માગૅ પર ભરાતા વરસાદી પાણીના કારણે રોડ પરની ડીપી કે પાણી દ્વારા કોઈનો ભોગ લેવાઈ તે પહેલાં તંત્ર દ્વારા વરસાદ નાં પાણી ભરાવાની સમસ્યાનું નિવારણ લાવવામાં આવે તેવી માંગ આ વિસ્તારના રહિશ પ્રકાશભાઈ સુથાર, જગદીશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl