પાટણની તપોવન સ્કુલ નાં ધો ૧ થી ધો ૮ નાં વિધાર્થીઓનાં વાલીઓ સાથે વાલી બેઠક યોજાઇ..

વિધાર્થીઓ નિયમિત શાળાએ આવી શૈક્ષણિક કાર્ય સમયસર કરે છે કે નહીં તે જોવાની ફરજ વાલીઓની પણ એટલીજ છે : ડો.રાવલ.

વાલીઓને ટેલી ફિલ્મ દ્વારા ટાઈમ મેનેજમેન્ટ નું મહત્વ સમજાવ્યું..

પાટણની તપોવન સ્કુલ નાં ધો ૧ થી ધો ૮ નાં વિધાર્થીઓનાં વાલીઓ સાથે વાલી બેઠક યોજાઇ..

શિક્ષણ ની સાથે સાથે બાળકો માં રહેલી શુષુપ્ત શકિતઓને નિખારવાની સાથે સાથે સંસ્કારોનું સિંચન કરતી તપોવન સ્કુલ પરિવાર દ્વારા રવીવાર નાં રોજ ધો ૧ થી ૮ નાં વિધાર્થીઓના વાલીઓની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
તપોવન સ્કુલ ખાતે આયોજિત વાલી બેઠકમાં ઉપસ્થિત રહેલા ડો.પીન્કીબેન રાવલે ધો ૫ થી ૮ માં અભ્યાસ કરતા બાળકો મેચ્યોર હોવાનું જણાવી આવા વિધાર્થી કોઈ ખોટી સોબતમાં રંગાઈ ને ક્યારેક પોતાનું ભવિષ્ય બગાડતા હોવાનું જણાવી આવા બાળકો નાં વાલીઓને પોતાના બાળકોનું ધ્યાન રાખવાની સાથે નિયમિત તેની સાથે શાળા ની પ્રવૃતિ અને તેના અભ્યાસ બાબતે ચર્ચા કરી તે કોઈ ખોટી પ્રવૃત્તિ માં ન જોડાય તેની તકેદારી રાખવા અપીલ કરી હતી.


આ વાલી બેઠકમાં શાળા સંચાલક હાર્દિકભાઈ રાવેલ દ્વારા ઉપસ્થિત વાલી ગણ ને ટેલી ફિલ્મ દ્વારા બાળકો નાં સિંચન માં ટાઈમ મેનેજમેન્ટ ના મહત્વ વિશે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
તપોવન સ્કુલ ખાતે આયોજિત વાલી બેઠકમાં મોટી સંખ્યામાં વાલી ગણે ઉપસ્થિત રહી શાળા પરિવાર સાથે પોતાના બાળકના અભ્યાસ સહિતની અન્ય પ્રવૃત્તિઓ બાબતે મુક્તમને ચચૉઓ કરી હતી.
આ વાલી બેઠકને સફળ બનાવવા શાળાના આચાર્ય શિતલબેન મોદી સહિતના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl