રા.શૈ.મહાસંઘની રાજ્યની કારોબારીમાં માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક સંવર્ગમાં પાટણ જિલ્લાના શિક્ષકોનો સમાવેશ કરાયો..

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય કારોબારી બેઠક માં સવૉનુમતે વરણી કરવામાં આવી..

રા.શૈ.મહાસંઘની રાજ્યની કારોબારીમાં માધ્યમિક અનેઉચ્ચતર માધ્યમિક સંવર્ગમાં પાટણ જિલ્લાના શિક્ષકોનો સમાવેશ કરાયો..

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્યની કારોબારી બેઠક ડૉ. હેડગેવાર ભવન કર્ણાવતી ખાતે સંપન્ન થઈ.
અખિલ ભારતીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂરજી, અખિલ ભારતીય માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી મોહનજી પુરોહિતજી બેઠકમાં વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
શુભારંભ સત્રમાં મહેન્દ્ર કપૂરજીના હસ્તે દ્દીપ પ્રાગટ્ય બાદ પ્રાંત મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ અને પ્રાથમિક સંવર્ગના મહિલા મંત્રી હેમાંગીબેન પટેલ દ્વારા સરસ્વતી વંદના કરવામાં આવી.શુભારંભ સત્રમાં મહેન્દ્ર કપુરજીએ સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંગે જાણકારી આપી હતી.
મોહનજી પુરોહિતે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ વૈચારિક પ્રતિબદ્ઘતા ધરાવતું પ્રતિષ્ઠિત સંગઠન છે. એના વાર્ષિક કેલેન્ડરમાં સૌપ્રથમ કાર્ય એ સદસ્યતા અભિયાન છે, જેમાં દરેક શાળામાં જઈ શિક્ષક મિત્રો સાથે વાર્તાલાપ કરી અને તેમને સદસ્ય બનાવી સંગઠન સાથે જોડવાના છે. કાર્ય વિસ્તાર માટે પ્રવાસ, તાલુકા જિલ્લા પ્રાંતની બેઠકો વગેરેમાં હાજરી આપી સંગઠનનો વિસ્તાર કરવાનો છે.અખિલ ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક સંવર્ગના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત પ્રાંત અધ્યક્ષ ભીખાભાઈ પટેલે કહ્યું કે આ વર્ષે આપણે સદસ્યતા અભિયાનમાં સમગ્ર ભારતમાં સૌથી મોખરે રહી અને ગુજરાતના સંગઠનને મજબૂત બનાવવાની હાકલ કરી ઉપસ્થિત તમામ આઠ સંવર્ગના 350 હોદ્દેદારોએ સામુહિક સંકલ્પ કરી આ વર્ષ સંયુક્ત સદસ્યતા સંખ્યા બે લાખ કરવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું.


ત્રીજું સત્ર માં વિવિધ સંવર્ગશઃપ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.જેમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને આચાર્ય સંવર્ગના પ્રશ્નોની રજૂઆત સૌ સદસ્યોએ દ્વારા કરવામાં આવી હતી.
જેમાં પાટણ જિલ્લાના શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ધનરાજભાઈએ પણ ધારદાર રજૂઆત કરી હતી.
સંગઠન મંત્રી ઘનશ્યામભાઈ પટેલે કહ્યું કે, આપણાં કેટલાંક પ્રશ્નો બાબતે ગત મહિને જે જાહેરાત થઈ હતી, તે ટૂંક સમયમાં પરિપત્રો થશે તેમજ અન્ય પ્રશ્નો બાબતે આપણે રજૂઆત કરેલી છે, તેનું ફોલોપ લઈએ છીએ. મુખ્ય પ્રાણ પ્રશ્ન જૂની પેન્શન યોજના શરુ કરાવવી અને સળંગ નોકરીનો પરિપત્ર કરાવવો તે છે. ઓગષ્ટના અંતમાં સમગ્ર ભારતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.
સમગ્ર બેઠકનું સંચાલન પ્રાંત મહામંત્રી મિતેશભાઈ ભટ્ટે કર્યું હતું. બેઠકમાં તમામ જિલ્લાના તમામ સંવર્ગના 352 હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.


સમાપન સત્રમાં ભીખાભાઈ દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના તમામ આઠ સંવર્ગની બંધારણ પ્રમાણે નવિન ટીમની ઘોષણા રાજ્યના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી.
જેમાં પાટણ જિલ્લાના માધ્યમિક સંવર્ગના કાર્યકર્તા મિત્રોને ત્રણ વર્ષ સુધી પ્રાંત સ્તરની નવિન જવાબદારી સોંપવામાં આવી છે જેમાં રમેશભાઈ ચૌધરી (અધ્યક્ષ, માધ્યમિક સંવર્ગ),રુપેશભાઈ ભાટિયા (પ્રાંત મંત્રી, માધ્યમિક સંવર્ગ),ધનરાજભાઈ ઠક્કર
(આંતરિક ઓડીટર, માધ્યમિક સંવર્ગ),વિપુલભાઈ પટેલ (આંતરિક ઓડીટર, ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ) માં સમાવેશ કરવામાં આવતાં ઉપસ્થિત સૌએ તેઓને તાળીઓ નાં ગટગટા થી વધાવી લીધા હતા.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl