સાંતલપુર નાં બાબરા નજીક વિઝિલન્સ દ્વારા કોલાસા કૌભાંડ નાં પદૉફાશ ને લઈને સાંતલપુર પીએસઆઇ સસ્પેન્ડ કરાયાં..

પીએસઆઇ ની શંકાસ્પદ ભૂમિકા ને લઈને વધું ખાતાકીય તપાસના ચક્રો ગતિમાન કરાયા..

સાંતલપુર નાં બાબરા નજીક વિઝિલન્સ દ્વારા કોલાસા કૌભાંડ નાં પદૉફાશ ને લઈને સાંતલપુર પીએસઆઇ સસ્પેન્ડ કરાયાં..

સાંતલપુર નાં બાબરા નજીક કોલસા ચોરી કૌભાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને સાંતલપુર
પીએસઆઇ નટવર પરમાર ને જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
તાજેતરમાં સાંતલપુર ના બાબરા નજીક વિજિલન્સ દ્વારા 2.16 કરોડ નું કોલસા ચોરી કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર બાબતે સાંતલપુર પીએસ આઈ ની કામગીરી શંકાસ્પદ જણાતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને તેઓની સામે વધુ ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિજિલન્સ દ્વારા સાંતલપુરના બાબરા નજીક આકસ્મિક રેડ કરી સમગ્ર કોલસા ચોરી કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારે સાંતલપુર પીએસઆઇ ની શંકાસ્પદ ભૂમિકા ને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા દ્વારા તેઓને સસ્પેન્ડ કરી તેઓની સામે વધુ ખાતાકીય તપાસ નાં ચક્રો ગતિમાન કરવામાં આવનાર હોવાનુ જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl