આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે કે.ડી.પોલીટેકનીક ની મુલાકાત લઈ પોતાના વિધાર્થી કાળના સંસ્મરણોને વાગોળ્યા..

મુલાકાત દરમિયાન પોતાના ક્લાસરૂમ ની મુલાકાત પણ લીધી..

અધ્યાપકો સહિતના સ્ટાફ સાથે મુક્ત મને પોતાનાં વિધાર્થી કાળના સંસ્મરણોને તાજા કયૉ..

આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે કે.ડી.પોલીટેકનીક ની મુલાકાત લઈ પોતાના વિધાર્થી કાળના સંસ્મરણોને વાગોળ્યા..

પાટણ ધારપુર મેડીકલ હોસ્પિટલના વિધાર્થીઓના ગુરુવારે યોજાયેલ પદવીદાન સમારોહમાં રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓએ પાટણ કે.ડી.પોલીટેકનીકલ કોલેજમાં પોતાના વિધાર્થીકાળના સંસ્મરણોને તાજા કરવા મુલાકાત લીધી હતી. અને અભ્યાસકાળ દરમ્યાન કોલેજના વિવિધ વિભાગોમાં વિતાવેલ પળોને યાદ કરી તેમના કલાસરુમની પણ મુલાકાત લીધી હતી.


રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ૧૯૭૯ થી ૧૯૮૨ દરમ્યાન શિક્ષણનગરી પાટણમાં આવેલ કે.ડી. પોલીટેકનીકલ કોલેજમાં ડીપ્લોમાના અભ્યાસક્રમના ત્રણ વર્ષ વિતાવ્યા હતા. ત્યારે આજે ૪૦ વર્ષના લાંબા સમયગાળા બાદ ધારપુર હોસ્પિટલના પદવીદાન સમારોહના કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તેઓએ પોલીટેકનીકલ કોલેજની ખાસ મુલાકાત લીધી હતી.

જે દરમ્યાન તેઓએ પોતાના અભ્યાસકાળમાં કોલેજ કેમ્પસના વર્ગખંડની સૌ પ્રથમ મુલાકાત લઇ વિધાર્થીકાળના સ્મરણોને યાદ કર્યા હતા. અને આ કોલેજ કેમ્પસમાં તેઓએ વિતાવેલ સમય તેમજ તેમણે કરેલી વિવિધ પ્રવૃત્તિઓને પણ યાદ કરી હતી.


આ મુલાકાત દરમ્યાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તેઓએ અહીં ડિપ્લોમાં સીવીલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો હતો. અને હાલમાં આ કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસરોને મળવાનો આનંદ વ્યકત કર્યો હતો.


આરોગ્ય મંત્રી ની કે.ડી.પોલીટેકનિક ની મુલાકાત દરમિયાન યુનિવર્સિટી નાં સેનેટ સભ્ય સ્નેહલ પટેલ પણ તેઓની સાથે જોડાયા હતા.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl