પાટણમાં હડકાયા કુતરાએ વૃદ્ધ વયના માજી ઉપર હુમલો કરતાં ગંભીર રીતે ધવાયા..

એક માસુમ બાળકને પણ હડકાયા કૂતરાએ નિશાન બનાવી..

ઈજાગ્રસ્ત વૃધ્ધાને ૧૦૮ દ્વારા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા..

પાટણમાં હડકાયા કુતરાએ વૃદ્ધ વયના માજી ઉપર હુમલો કરતાં ગંભીર રીતે ધવાયા..

પાટણ શહેરમાં હડકાયા બનેલા કુતરાએ સવારના સુમારે શહેરના શાંતિનીકેતન સ્કુલ ની સામે કેનાલના કીનારે છાપરા મા રહેતા લક્ષ્મીબેન ભગવાનભાઈ રાવળ નામના 80 વષૅ ના વૃધ્ધ મહિલા ઉપર હુમલો કરતાં વૃધ્ધ મહિલા ગંભીર રીતે ધવાતા તેઓને ૧૦૮ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના શાંતિનિકેતન સ્કુલ નજીક ની કેનાલ પાસે છાપરામાં રહેતા વૃધ્ધા લક્ષ્મીબેન રાવળ પોતાના છાપરા ની આગળ સ્નાન કરતા હતા ત્યા અચાનક હડકાયુ કુતરુ આવી ચડ્યું હતું અને લક્ષ્મીબેન કાંઈ વિચારે તે પહેલા હડકાયા કૂતરાએ તેઓની ઉપર હુમલો કરતા માજીને મોઠા ના ઉપર પાછળ પીઠ ના ભાગમા અને હાથ મા બચકા ભરતા ગંભીર વૃદ્ધા ગંભીર રીતે ધાયલ થયા હતા અને તેઓએ બુમા બુમ કરતા પાડોશી આવી જતા ત્યાથી હડકાયુ કુતરુ નાસી છુટીયુ હતુ અને આગળ એક નાની બાળકી ને પણ આ હડકાયા કૂતરાએ ધાયલ કરી હતી.
હડકાયા કૂતરાએ ધાયલ કરેલા વૃધ્ધ મહિલા ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા ૧૦૮ ને જાણ કરવામાં આવતા ૧૦૮ નાં પાયલોટ ગુલાબખાન બલોચ અને ઈલમોદ્દીન કાજી અને ઈએમટી જીતુભાઈ પટેલ અને રંગુજી ઝાલા એ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી વૃધ્ધા લક્ષ્મીબેન ને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.