ભાજપના આગેવાન અને કુણઘેર ઠાકોર સમાજ નાં અગ્રણી નાં નવીન મકાનના વાસ્તુ પુજન પ્રસંગે કુળદેવી માતાજી નો હવન કરાયો..

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી સહિત રાજકીય સામાજિક આગેવાનોએ દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી..

ભાજપના આગેવાન અને કુણઘેર ઠાકોર સમાજ નાં અગ્રણી નાં નવીન મકાનના વાસ્તુ પુજન પ્રસંગે કુળદેવી માતાજી નો હવન કરાયો..

ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને કુણધેર ઠાકોર સમાજના અગ્રણી ગાંડાજી વીરાજીના નવીન મકાનનું વાસ્તુ પુજન અને કુળદેવી માતાજીના યજ્ઞ નું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.


આ ધાર્મિક પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સોવનજી ઠાકોર, ડેર ગામના આગેવાન અને પાટણ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મંગાજી ઠાકોર, બેચરજી ઠાકોર,ગોપાલજી ઠાકોર,દિલીપભાઈ દેસાઈ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી હવન-યજ્ઞ નાં દશૅન પ્રસાદનો લાભ લઇ નવીન મકાન નાં વાસ્તુ પ્રસંગની શુભકામનાઓ પાઠવી હતી.


આ પ્રસંગે ઉપસ્થિત રાજકીય, સામાજિક આગેવાનોનું ઠાકોર ગાડાજી વિરાજી પરિવારે શાલ ઓઢાડી સન્માન કરી આવકાર્યા હતા.