રાધનપુર વિદ્યુતબોર્ડ કચેરી ખાતે વિજબીલ ભરવા આવેલા ગ્રાહકોને ઓનલાઈન વિજબીલ ભરવા માગૅદશૅન અપાયું..

ગ્રાહકો દ્વારા વિદ્યુત બોર્ડ ની ઓનલાઈન વિજબીલ ભરવાની સિસ્ટમને સરાહનીય લેખાવી..

વિદ્યુત બોર્ડ દ્વારા ઓનલાઇન વિજબીલ સિસ્ટમ લાગુ કરાતાં ગ્રાહકો નાં સમય ની બચત થશે..

રાધનપુર વિદ્યુતબોર્ડ કચેરી ખાતે વિજબીલ ભરવા આવેલા ગ્રાહકોને ઓનલાઈન વિજબીલ ભરવા માગૅદશૅન અપાયું..

પાટણ તા.૭
આજના ટેકનોલોજીના યુગમાં દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી નો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ટેકનોલોજી નાં માધ્યમથી સમયની બચત સાથે સાથે ગ્રાહકો ને છેતરાવાનો ડર પણ રહેતો નથી ત્યારે વિદ્યુત બોર્ડ દ્વારા પણ ઓનલાઇન વિજબીલ સિસ્ટમ કાયૅરત બનાવવામા આવી છે જે સિસ્ટમ થી વિજબીલ ભરવા આવેલા ગ્રાહકોને વાકેફ કરવા રાધનપુર વિદ્યુત બોર્ડ કચેરી નાં અધીકારીઓ દ્વારા માર્ગદર્શન કાયૅક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
વિજબીલ ભરવા રાધનપુર વિધુત બોર્ડ કચેરી ખાતે આવેલા ગ્રાહકોને કચેરી નાં અધીકારીઓ દ્વારા પોતાનું વિજબીલ ઓનલાઇન સિસ્ટમ થી કઈ રીતે ભરપાઈ કરવું તેની વિસ્તૃત જાણકારી પ્રદાન કરવામાં આવી હતી.
વિજબીલ ની રકમ ભરપાઈ કરવા આવેલા ગ્રાહકોએ પણ વિદ્યુત બોર્ડ ની ઓનલાઈન વિજબીલ ભરવાની સિસ્ટમને સરાહનીય લેખાવી આ સિસ્ટમ દ્વારા પોતાના સમયની પણ બચત થશે તેમ જણાવ્યું હતું.

#UGVCL #PATAN NEWS #ONLINE PAYMENT #LIGHT BILL #RADHANPUR