જીવલેણ બિમારી સ્પાઈનલ મસ્કયુલર એટ્રોફિ (SMA-1)
ની ખર્ચાળ સારવાર સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરવા
સ્વયંમ સૈનિક દળની માંગ..

રાજ્યના તમામ જિલ્લા મથકોએ સ્વયંમ સૈનિક દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું..

જીવલેણ બિમારી સ્પાઈનલ મસ્કયુલર એટ્રોફિ (SMA-1)ની ખર્ચાળ સારવાર સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરવાસ્વયંમ સૈનિક દળની માંગ..

પાટણ તા.૮
રાજ્યમાં નાના બાળકો જીવલેણ ગણાતિ સ્પાઈનલ મસ્કયુલર એટ્રોફિ (SMA-1) નામની ગંભીર બિમારીનો ભોગ બની રહ્યાં છે.જેની સારવાર માટે રૂા.16 કરોડ નાં એક ઈન્જેકશનનો ઉપયોગ કરવામાં આવે છે.જે કોઈ ને પણ પરવડે તેમ નથી. આ ગંભીર બિમારીની સારવાર રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવે તો આવી ગંભીર બીમારી માં સપડાયેલા બાળકને નવી જીંદગી મળે શકે તેમ હોવાની માંગ સાથે રાજ્યના તમામ જિલ્લા મથકોએ સ્વયંમ સૈનિક દળ દ્વારા શુક્રવારના રોજ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેનાં ભાગ રૂપે પાટણ જિલ્લા સ્વયંમ સૈનિક દળ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું..
કલેક્ટર કચેરી ખાતે અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં આવો ગંભીર બિમારીનો શિકાર બનેલા બાળકોનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રોણકી ગામના વતની અશોકભાઈ પરમારના દિકરા અયાન પરમાર (ઉ.વ.5 મહિના)ને સ્પાઈનલ મસ્કયુલર એટ્રોફિ (SMA-1) ની ગંભીર બિમારીનો ભોગ બન્યો છે. તેની સારવાર માટે ઝોલગેન્સમાં (Zolgensma) નામના રૂા.16 કરોડના ઈન્જેકશનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઝોમેટો કંપનીમાં ડિલિવરી બોયઝ તરીકે કામ કરતાં અશોકભાઈ પરમાર પાસે રૂા.16 કરોડ ખર્ચી શકાય તેવી આર્થિક પરિસ્થિતિ ન હોય સરકાર દ્વારા જો સારવારની વ્યવસ્થા કરે તો બાળક ની જિંદગી બચાવી શકાય તેમ છે.
તાજેતરમાં ગુજરાત રાજ્યમાં જ આવા ગંભીર બીમારી નાં 4 થી 5 કેસો સામે આવ્યા છે જેમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામના વતની અશોકભાઈ વાઢેરના પુત્ર વિવાન વાઢેરને આ બિમારી થતા તેની સારવાર માટેના રૂા. 16 કરોડ નહી હોવાથી ખાનગી કંપનીમાં સામાન્ય પગાર પર નોકરી કરી પરીવારનું ગુજરાન ચલાવતા અશોકભાઈ વાઢેરના પરિવારે પોતાના લાડકવાયા પુત્રને ગુમાવવાનો વારો આવ્યો હતો. 
રાજ્યમાં મોટાભાગના પરિવારો આર્થિંકરીતે સધ્ધર નથી જેના કારણે સ્પાઈનલ મસ્ક્યુલર એરોફી (SMA-1)ની સારવાર સામે જીવતદાન આપતા ઝોલગેન્સમાં(Zolgensma)
નામના ઈન્જેક્શન માટે રૂા. 16 કરોડ ખર્ચી શકે તેમ ન હોય રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ મોંઘી સારવાર માટે પરિવારો અને બાળકોની જીંદગીને ધ્યાનમાં રાખી આ ગંભીર બીમારી ની સારવાર રાજ્યોની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવે તો ઘણા પરિવારોના બાળકોને બચાવી અને ભારતના ભવિષ્યને મજબૂત બનાવી શકાય તેમ હોવાનો ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવ્યો હોવાનું સ્વયંમ સૈનિક દળ પાટણ જિલ્લાએ જણાવ્યું હતું.

#Zolgensma #SMA-1 #PATAN_NEWS #SSD