રાધનપુરના રાપરિયા હનુમાનજી મંદિરના ઉપપ્રમુખ ઉપર હુમલો કરનારા 4 મહિલાઓ અને 2 પુરુષો સામે ગુનો દાખલ કરાયો..

ઉપપ્રમુખ નાં ગળામાં રહેલ સોનાની દોઢ તોલાની રુદ્રાક્ષની માળાની લૂંટનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી.

રાધનપુરના રાપરિયા હનુમાનજી મંદિરના ઉપપ્રમુખ ઉપર હુમલો કરનારા 4 મહિલાઓ અને 2 પુરુષો સામે ગુનો દાખલ કરાયો..

પાટણ તા.૮
છેલ્લા થોડા સમયથી રાધનપુર નાં રાપરિયા હનુમાનજી મંદિરમાં સાધુ સમાજ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. અગાઉ પણ ટ્રસ્ટીઓ સંઘર્ષમાં આવતા આમને સમને ફરિયાદો થઈ હતી. ત્યારે ગઈ કાલે પણ ઉપપ્રમુખ ઉપર કરાયેલા હુમલા નાં પગલે પોલીસ મથકે 4 મહિલાઓ અને 2 પુરુષો વિરુદ્ધ બે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.


આ બાબતે મળતી હકીકત મુજબ રાધનપુર તાલુકાના નજુપુરા ગામના વતની ભગવાનદાસ વિઠ્ઠલદાસ સાધુ જેઓ રાપરિયા હનુમાનજી મંદિરના ઉપપ્રમુખ તરીકેનો હોદો સાંભળી રહ્યા છે. તેઓ સવારે મંદિરમાં હાજર હોય તે વખતે 4 મહિલાઓ અને 2 પુરુષોએ આવી ભગવાનદાસ ને પતાવી દેવાની વાતો કરતા કરતા ગાળા-ગાળી કરવા લાગેલા અને કહેલ કે કેમ અમારા વિરુદ્ધના કેસમાં સાક્ષી રહ્યા છો? તેમ કહી બૈરાંઓએ ફરિયાદીને પકડી અને ભાવેશભાઈએ છરી વડે પેટના ભાગે મારવા હુમલો કર્યો હતો. પરંતુ ફરિયાદીએ ડાબો હાથ સામે કરતા છરી ડાબા હાથે વાગેલી અને બીજા આરોપી રમીલાબેન પણ ભગવાનદાસને પેટના ભાગે ચપુનો ઘા કરતા હાથ આડો કર્યો હતો તે ઘા પણ હાથ પર વાગ્યો હતો.


ઝગડા દરમિયાન ફરિયાદીને 5 જણ બહાર ખેંચી ગડદા પાટુનો માર મારતા મંદિરની બહાર જતા હતા તે દરમિયાન ભગવાનદાસે રાડારાડ કરતા તેમના સંબંધી શંકરલાલે વધુ મારથી બચાવી લીધેલ અને તે દરમિયાન ભગવાનદાસનાં ગળામાં રહેલ સોનાની દોઢ તોલાની રુદ્રાક્ષની માળા પણ વિજયસાધુ શંખેશ્વર વાળાએ ખેંચી લીધેલ હોવાની રાધનપુર પોલીસમાં તેઓએ આપેલ ફરિયાદમાં જણાવ્યું હોય પોલીસે વિજયભાઈ રામદાસ સાધુ રહે.શંખેશ્વર, ભાવેશભાઈ મહેશભાઈ સાધુ રહે.પરસુંદ તા.સાંતલપુર, રમીલાબેન બળદેવભાઈ સાધુ રહે.શંખેશ્વર તા.શંખેશ્વર, શીતલબેન રામદાસ સાધુ રહે.માનવાળા તા.બેચરાજી, મંજુલાબેન જગદીશભાઈ સાધુ રહે.દાદર તા.સમી અને હસમુતીબેન રામદાસ હરિચરણદાસ સાધુ રહે .શંખેશ્વર તા.શંખેશ્વર વાળા સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#RADHANPUR_NEWS #PATAN_NEWS #CRIME