ડીસા નાં શાંતિધામ ખાતે પયૉવરણ પ્રેમીઓ દ્વારા યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ..

વિવિધ પ્રકારના 125 વૃક્ષોનું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરવામાં આવ્યા..

ડીસા નાં શાંતિધામ ખાતે પયૉવરણ પ્રેમીઓ દ્વારા યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ..

પાટણ તા.8
ધર્મ, સંસ્કાર, શિક્ષણ,સાહિત્ય, રમતગમત, આરોગ્ય,પર્યાવરણ જાળવણી તેમજ અંતિમ સંસ્કાર એમ તમામ બાબતોને કેન્દ્રમાં રાખીને સતત કાર્યરત સેવા સંસ્થા એવી ડીસાની શાંતિધામ સ્મશાનભૂમિ અનેક પ્રકારનાં વૃક્ષોથી લીલીછમ તેમજ શોભાયમાન બની છે.


શાંતિધામ ખાતે વધુ 125 વૃક્ષો વાવવા તેમજ સારી રીતે ઉછેરવાના મહા સંકલ્પ સાથે જાણીતા પર્યાવરણ પ્રેમી તેમજ સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો.નવીનકાકાના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ દિવ્ય અવસરે પ્રમુખ ભગવાનભાઈ બંધુ,પૂર્વ પ્રમુખ કનૈયાલાલ શેઠ, મંત્રી કનુભાઈ આચાર્ય, પૂર્વ મંત્રી મયંકભાઈ પટેલ, ટ્રસ્ટીઓ ઈશ્ર્વરલાલ વારડે, છગનલાલ પટેલ,શંકરલાલ કતીરા,ભારત વિકાસ પરિષદના પ્રમુખ ભરતભાઇ પરમાર તેમજ અગ્રણી નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, વિશ્ર્વ હિંદુ પરિષદ ના પ્રમુખ જયેશભાઈ દેસાઈ,રઘુવંશી સ્કૂલના ઈશ્ર્વરભાઈ રાવળ,સેવકો મેવાજી ઠાકોર, ગલબાજી,શાંતિજી સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું. સમગ્ર પ્રાંગણ લીલુંછમ બને તે માટે સૌએ વૃક્ષારોપણ કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કર્યા હતા.