એલ પી ભવનથી માતરવાડી તરફ જવાનો માગૅ વરસાદી પાણી ભરાવાના કારણે બિસ્માર બન્યો…

રોડ ની સાઈડ માં પડેલા ખાડા માં ગાડી ફસાતા ચાલકે પરેશાની ભોગવવી પડી..

માગૅ પરથી પસાર થતા એક વૃધ્ધ પણ ખાડા માં ખાબકતા હાથે ઈજાઓ પહોંચી..

એલ પી ભવનથી માતરવાડી તરફ જવાનો માગૅ વરસાદી પાણી ભરાવાના કારણે બિસ્માર બન્યો…

પાટણ તા.8
સામાન્ય વરસાદ માં પાટણ નગરપાલિકાના પ્રિ મોન્સુન ની પોલ ખુલી જવા પામી હોય તેમ ચારે બાજુ વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદભવેલી જોવા મળી રહી છે તો પાલિકા દ્વારા શહેરના એલ.પી ભવનથી માતર વાડી જવાના માર્ગ પર ગટરની કામગીરી પૂર્ણ કરાયા બાદ તેનું સુવ્યવસ્થિત રીતે પુરાણ કરવામાં નહીં આવતા ચોમાસામાં આ માગૅ રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમી બની રહ્યો છે દિવસ ભર આ માગૅ પરથી પસાર થતા રેતી ભરેલાં ટબૉઓના કારણે રોડની સાઇડો પણ દબાઈ જવાથી અવાર નવાર નાના મોટા અકસ્માતના બનાવો પણ સજૉતા હોય છે ત્યારે શુક્રવારના રોજ આ માગૅ પરથી પસાર થતા એક ગાડી ચાલકની ગાડી રોડ પરના ખાડા માં ફસાઈ જતાં મહામુસીબતે ચાલક દ્વારા અન્યોની મદદ થી ફસાયેલી ગાડી બહાર કાઢવામાં આવી હતી તો આ ખાડા માં એક વૃધ્ધ ઈસમ પટકાતા તેની હથેળી નાં ભાગે ઇજાઓ થવા પામી હતી.
આ માગૅ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા ને કારણે આ વિસ્તારની 8 સોસાયટી ના રહિશો પણ અનેક મુશ્કેલી ભોગવી રહ્યા છે તો આ રસ્તો મંજુર થયેલ હોવા છતાં તેનું તંત્ર દ્વારા કામ નહીં શરૂ કરતાં લોકો માં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે તો આ વિસ્તાર ચુંટાયેલા કોર્પોરેટરો કે પાલિકાના અધીકારીઓ આ માગૅ માટે દુર્લક્ષ સેવતાં હોવાનું પણ રહિશો એ જણાવ્યું હતું.

#PATAN NEWS