રાધનપુર રોટરી ક્લબના વર્ષ 2022-23 ની ટીમ નો પદગ્રહણ સમારોહ યોજાયો..

પ્રમુખ તરીકે ડો.દેવજીભાઈ પટેલ અને સેક્રેટરી તરીકે ડો.ખેતશીભાઈ ચૌધરી ની વરણી કરાઈ..

જાણીતા કથાકાર રમાબેન હરિયાણીએ ઉપસ્થિતિ રહી આશીર્વચન પાઠવ્યા..

રાધનપુર રોટરી ક્લબના વર્ષ 2022-23 ની ટીમ નો પદગ્રહણ સમારોહ યોજાયો..

રાધનપુર રોટરી ક્લબ નાં વર્ષ 2022-23 ની ટીમ નો પદગ્રહણ સમારોહ શહેર ની અમર જયોત એજ્યુકેશન કેમ્પસ ખાતે આસિસ્ટન્ટ ગવૅનર રો.ડો.જયેશભાઈ સુથારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
રોટરી કલબ ઓફ રાધનપુર નાં વર્ષ 2022-23 નાં પ્રમુખ તરીકે ડો દેવજીભાઈ પટેલ અને સેકટરી તરીકે ડો ખેતસી ભાઇ ચૌધરી ની સવૉનુમતે વરણી કરવામાં આવી હતી.


નવીન બનેલાં પ્રમુખ અને સેક્રેટરી સહિત ની ટીમ ને આસી.ગવર્નર રો.ડો જયેશભાઇ સુથારે પદગ્રહણ કરાવી રોટરી કલબ ની સેવાકીય પ્રવૃતિઓ ને જન જન સુધી વિસ્તારવા હિમાયત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.


આ પ્રસંગે રાધનપુર ની મહેશભાઈ મુલાણી કોલેજ ના પ્રમુખ રાયચંદભાઇ ઠક્કર, ડો ઓઝા,ડો.ખેતસીભાઇ, ડો ગોવિંદજી ઠાકોર સહિતના મહાનુભાવો સહિત રાધનપુર રોટરી પરિવાર અને પ્રબુધ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl