પાટણ શહેર નાં ખેજડાની પોળ સોનીવાડા વિસ્તારમાં જજૅરિત બનેલ મકાન ધરાશયી બનતા અફડા તફડી મચી..

જજૅરિત મકાન ધરાશયી થયું તે સમયે આજુબાજુ માં કોઈ હાજર ન હોય મોટી જાનહાની ટળી..

પાલિકા દ્વારા જજૅરિત મકાન નાં માલિકો ને નોટીસ આપવાની સાથે સાથે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી..

પાટણ શહેર નાં ખેજડાની પોળ સોનીવાડા વિસ્તારમાં જજૅરિત બનેલ મકાન ધરાશયી બનતા અફડા તફડી મચી..

પાટણ તા.10
પાટણ શહેર નાં મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તાર માં અનેક મકાનો જજૅરિત હાલતમાં પડવાના વાંકે ઉભા છે તો ચોમાસાની ઋતુમાં આવા કેટલાય મકાનો વરસાદી પાણીના કારણે ભેજવાળા બનીને ધરાશાયી બનતા હોય છે.


પાટણ નગરપાલિકા દ્વારા દર ચોમાસા પૂર્વે શહેરના મહોલ્લા,પોળો અને સોસાયટી વિસ્તાર નાં જજૅરિત બનેલા મકાનો નાં માલિકો ને ફક્ત ને ફક્ત નોટીસ ની બજવણી કરી સંતોષ વ્યક્ત કરતી હોવાના કારણે આવા જજૅરિત મકાનો ચોમાસામાં ધરાશાયી થતાં હોવાનાં કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવી રહ્યા છે.
શનિવારે રાત્રે શહેરના ખેજડા ની પોળ, સોનીવાડા ખાતે એક જજૅરિત મકાન અચાનક ધરાશાયી થતાં અફડા તફડી મચી જવા પામી હતી જોકે આ જજૅરિત મકાન ધરાશયી બન્યું ત્યારે આજુબાજુ માં કોઈ હાજર ન હોય જાન હાની ટળતા આજુબાજુના લોકો એ હાસકારો અનુભવ્યો હતો.


બનાવની જાણ આ વિસ્તારના કોર્પોરેટર અને શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટીયા ને થતા તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી જઈ રહિશો ની ખબર અંતર પૂછ્યા હતા. પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ચોમાસા પૂર્વે જજૅરિત બનેલા મકાનો નાં માલિકો ને નોટીસ ની બજવણી કયૉ બાદ સંતોષ વ્યક્ત કરવાની જગ્યાએ જજૅરિત મકાન માલિકો સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ શહેરીજનો માં ઉઠવા પામી છે.