રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં ડિજિટલ ઈન્ડિયા સપ્તાહ 2022 નું આયોજન કરવામાં આવ્યું…

રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં ડિજિટલ ઈન્ડિયા સપ્તાહ 2022 નું આયોજન કરવામાં આવ્યું…

પાટણ તા.10
રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે ડિજિટલ ઈન્ડિયા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.૧ જુલાઇ 2015 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં ડિજીટલ ઇન્ડિયા અંતગર્ત દર વર્ષે ડીજીટલ ઈન્ડિયા સપ્તાહ તા 4 જુલાઈથી 10 મી જુલાઈ વચ્ચે ઉજવવામાં આવે છે. રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં 7મી જુલાઈથી 9મી જુલાઈ 2022 દરમિયાન એટલે કે ત્રણ દિવસ માટે ડિજિટલ ઈન્ડિયા સપ્તાહ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું.


રિજિયોનલ સાયન્સ સેન્ટરમા આવેલા ઓડિટોરિયમ હોલમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ આવેલ તમામ વિદ્યાર્થીઓને ડિજિટલ ઈન્ડિયા સપ્તાહ વિશે ટૂંકમાં માહિતી આપી હતી. ટેકનિકલ આસિસટન્ટ અનિલ ઠાકરે જણાવ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાનો મુખ્ય હેતુ દરેક નાગરિક ને ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરવાનું અને સરકારની દરેક ઓનલાઈન સેવાઓનો લાભ લેવો. ત્યારબાદ ડિજિટલ ઈન્ડિયાની વિવિધ યોજનાઓ જેવી કે ભારતનેટ, મેક-ઇન ઈન્ડિયા, સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, ઔધ્યોગિક ક્રાંતિ અને ડિજિટલ સર્વિસ વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને તેના જુદા જુદા ઉપયોગો વિશે જણાવતા કહ્યું કે લોકોને હાઇ સ્પીડ ઈન્ટરનેટ મેળવી શકે છે, ડિજિટલ ઓળખ મેળવી શકે છે. ઓનલાઈન શોપિંગ કરી શકાય છે, ઓનલાઈન શિક્ષણ પણ મેળવી શકે છે અને નેટ બેન્કિંગ મારફતે ઓનલાઈન પૈસાની લેવડ દેવડ કરી શકે છે. લગભગ 500 વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોએ ડિજિટલ ઈન્ડિયા સપ્તાહના આ ત્રણ દિવસીય કાર્યક્રમનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમના તમામ સહભાગીઓએ પ્રયત્નોની પ્રશંસા કરી અને ડિજિટલ ઈન્ડિયા પહેલના ઉપયોગ અને ફાયદાઓ સંદર્ભે વીડિયો શો, નિષ્ણાત વ્યાખ્યાન અને લોકપ્રિય વાર્તાલાપનો આનંદ માણ્યો હતો.