પાટણ શહેરના રાજકાવાડા થી સિધ્ધી સરોવર તરફના માર્ગની ગંદકી ઉલેચી દવાનો છંટકાવ કરવામાં આવ્યો..

પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા જેસીબી મશીન ની મદદ વડે ચોમાસાના કારણે માર્ગ પર થયેલા કાદવ કીચડને પણ દૂર કરાયો..

પાટણ શહેરના રાજકાવાડા થી સિધ્ધી સરોવર તરફના માર્ગની ગંદકી ઉલેચી દવાનો છંટકાવ કરવામાં આવ્યો..

પાટણ તા.10
પાટણ શહેરના રાજકાવાડા થી સીધ્ધી સરોવર તરફ જવાના માર્ગ પર ચોમાસાના કારણે સર્જાયેલી અસહ્ય ગંદકી અને કાદવ કીચડને દૂર કરવા તેમજ મુસ્લિમ સમાજના ઈદના પવિત્ર પર્વને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા ઉપરોક્ત વિસ્તારના માર્ગોની ગંદકી ઉલ્લેચી જેસીબી મશીન વડે કાદવ કિચન દૂર કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.


પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલ સિંહ રાજપુત ની આગેવાની હેઠળ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરની સ્વચ્છતા માટે સચેત બન્યા છે ત્યારે રવિવારના રોજ નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા jcb મશીન ની મદદ વડે શહેરના રાજકાવાડા થી લઈને સીધી સરોવર તરફના માર્ગ પરની ગંદકી ઉલચી માર્ગ પર નાં કાદવ કિચડ ને દૂર કરીને વિસ્તારને સ્વચ્છ બનાવી મચ્છરજન્ય રોગચાળો ના ફેલાય તે માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.


પાટણ નગરપાલિકા સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપૂત દ્વારા પાટણ શહેરને સ્વચ્છ બનાવવા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પાસે હાથ ધરાવેલી સફાઈ કામગીરી શહેરીજનોમાં સરાહનીય બનવા પામે હતી.