ABVP દ્વારા વિદ્યાર્થી દિવસની ઉજવણી અને નવીન નગર કારોબારી ની રચના કરવામાં આવી..

શાળાના બાળકો ને શૈક્ષણિક કીટ અને યુનિવર્સિટીના સફાઈ કર્મચારીઓ નું સન્માન સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું..

ABVP દ્વારા વિદ્યાર્થી દિવસની ઉજવણી અને નવીન નગર કારોબારી ની રચના કરવામાં આવી..

પાટણ તા.10
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના 74 મા સ્થાપના દિવસ નિમિતે રવિવારના રોજ પાટણ નગર દ્વારા હરીપુરા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓને શિક્ષણને લગતી જરૂરિયાત વાળી વસ્તુઓની કીટ વિતરણ કરી મો મીઠું કરાવવામાં આવ્યું હતું.
જ્યારે યુનિવર્સિટી ના સફાઈ કર્મચારીઓનું સન્માન અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ સહમંત્રી આનંદભાઈ પારેખે ખાસ ઉપસ્થિત રહી નવીન નગર કારોબારી ની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં નગર અધ્યક્ષ જયભાઈ ત્રિવેદી,નગર મંત્રી જશરાજ ભાઈ ચૌધરી,નગર સહમંત્રી મૌલિકભાઈ ચૌધરી,કેયુર
ભાઈ માળી, સાહિલભાઈ દેસાઈ,કાર્યાલય મંત્રી વિપુલ ભાઈ રાવલ,કાર્યાલય સહ મંત્રી સોનુભાઈ રાવલ S.F.D સંયોજક યુવરાજ ચૌહાણ, નરેન્દ્ર રાજપૂત, S.F.D સહ સંયોજક દેવભાઈ પંચાલ,સંજયભાઈ દેસાઈ,કલામંચ સંયોજક હાર્દિકસિંહ રાજપૂત,
કલામંચ સહસંયોજક ઉમેશભાઈ ચૌધરી, છાત્ર સંયોજક કુંજન બેન સથવારા,સોશિયલ મીડિયા સંયોજક શૈલેષભાઈ ચૌધરી,
ગ્રંથાલય સંયોજક હિતેભાઈ દેસાઈ,યુગદ્રષ્ટા સંયોજક કિરણભાઈ જોષી,હોસ્ટેલ સંયોજક નિકુલભાઈ જોશી, હોસ્ટેલ સહસંયોજકઅંશ ભાઈ પટેલ,કેમ્પસ સંયોજક રાહુલભાઈ દેસાઈ, કેમ્પસ સહ સંયોજક હેતભાઈ પંડ્યા,ઉમંગ ભાઈ દેસાઈ,નગર કારોબારી સદસ્ય આનંદભાઈ દેસાઈ,પટેલ શ્રેયસભાઈ, જીગરભાઈ દેસાઈ,જયેશ ભાઈ દેસાઈ,હેમિશભાઈ મોદી,દીપેશભાઈ ભરવાડની સવૉનુમતે વરણી કરવામાં આવતા તમામ ને અભિનંદન સાથે વધાવી લેવામાં આવ્યા હોવાનું કાર્યાલય મંત્રી વિપુલ ભાઈ રાવલે જણાવ્યું હતું.