પાટણના સમસ્ત દરજી સમાજ દ્વારા કનૈયાલાલ દરજી ની હત્યા મામલે રેલી યોજી આવેદનપત્ર આપ્યું..

કનસડા દરવાજા થી કલેકટર કચેરી સુધી વિવિધ સુત્રોચ્ચાર સાથે રેલી માં દરજી સમાજ મોટી સંખ્યામાં જોડાયો..

પાટણના સમસ્ત દરજી સમાજ દ્વારા કનૈયાલાલ દરજી ની હત્યા મામલે રેલી યોજી આવેદનપત્ર આપ્યું..

પાટણ તા.11
રાજસ્થાન નાં ઉદયપુર માં તાજેતરમાં કનૈયાલાલ દરજી ની કરાયેલી નિમૅમ હત્યાના પડધા સમગ્ર ભારતમાં પડ્યા છે ત્યારે પાટણ સમસ્ત દરજી સમાજે એકત્ર થઇ આ જધન્ય ધટના ને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી સોમવારના રોજ રેલી યોજી પાટણ કલેકટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.


પાટણના સમસ્ત દરજી સમાજ દ્વારા આયોજિત રેલી શહેરના કનસડા દરવાજા ખાતે થી વિવિધ બેનરો અને સુત્રોચ્ચાર સાથે પ્રસ્થાન પામી શહેરના મુખ્ય બજાર માર્ગો પર થી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી હતી.જયા દરજી સમાજ નાં લોકો એ સુત્રોચ્ચાર કરી કનૈયાલાલ દરજી ની હત્યા કરનારા સામે સખ્ત માં સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટર સુપ્રિતસિધ ગુલાટી ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
પાટણના સમસ્ત દરજી સમાજ દ્વારા આયોજિત આ રેલી અને આવેદનપત્ર કાયૅક્રમ માં મોટી સંખ્યામાં દરજી સમાજ નાં આગેવાન, યુવાનો જોડાયા હતા.