ધી સરિયાદેવી ક્રેડિટ કો.ઓપ સોસાયટી લી.ડીસાની પાંચમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ…

ધી સરિયાદેવી ક્રેડિટ કો.ઓપ સોસાયટી લી.ડીસાની પાંચમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ…

પાટણ તા.૧૧
બનાસકાંઠા જિલ્લાનું વડું મથક ડીસામાં અનેક ધિરાણ મંડળીઓ,ક્રેડિટ સોસાયટીઓ આવેલી છે.જેમાં ખૂબ જ ટૂંકા સમયગાળામાં આગવી પ્રગતિ કરી સમાજના લોકો માટે આશીર્વાદ રૂપ બનેલ ધી સરિયાદેવી ક્રેડિટ કો.ઓપ સોસાયટી લી.ડીસાની પાંચમી વાર્ષિક સાધારણ સભા ડીસા પ્રજાપતિ સમાજની વાડી ખાતે યોજાઈ હતી.


આ વાર્ષિક સભામાં એજન્ડા ઉપરના સાત જેટલા કામો ઉપર ચર્ચા કરવામાં આવી હતી.જેમાં ખાસ કરીને
ગત સભાની કાર્યવાહી વંચાણે લઈ બહાલી આપવા, તા.૩૧/૩/૨૦૨૨ ના રોજ પુરા થતાં વર્ષના હિસાબો વંચાણે લઈ મંજુર કરવા, તા . ૩૧/૩/૨૦૨૨ ના અંતે થયેલ ચોખ્ખા નફાની ફાળવણી ( પેટા કાયદા મુજબ ) બહાલી આપવા, કારોબારી સમિતિની ભલામણ મુજબ શેર ડિવિડન્ડ વહેંચણી કરવા, મંડળીના કાર્યક્ષેત્ર માટે પેટા કાયદો સુધારવો,માનદમંત્રીની નિમણૂંકને બહાલી આપવી અને પ્રમુખ સ્થાનથી રજુ થયેલા ક્રેડીટ સોસાયટીના વિકાસ માટે શું કરી શકાય તેના ઉપર ચર્ચા થઈ હતી.


મંડળીના સ્થાપક પ્રમુખ પ્રહલાદભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.કે જયારે આ મંડળીની શરૂઆત કરવામાં આવી ત્યારે બે લાખ ના નાણા ભંડોળ ના 200 સભાસદો થી મંડળીની શરૂઆત કરવામાં આવી હતી હાલમાં મંડળીમાં 700 જેટલા સભાસદો સામે 400 સભાસદો ને લોન આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ વાર્ષિક સભામાં ચેરમેન ભરતભાઈ પ્રજાપતિ, વાઇસ ચેરમેન ભગવાનભાઈ પ્રજાપતિ,માનદ મંત્રી મુળજીભાઈ પ્રજાપતિ સહિત તમામ ડિરેક્ટરો સામાજિક આગેવાનો તાલુકા પંચાયતના ડેલીકટ ગણેશભાઈ પ્રજાપતિ,લક્ષ્મીપૂરા ગામ પંચાયત સરપંચ સમાજનું ગૌરવ બાબુભાઇ પ્રજાપતિ,કાનજી મહારાજ, ભાજપ પાટણ તાલુકા બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગોવિંદભાઇ પ્રજાપતિ સહીત આગેવાનો વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.


સમાજવાડી ખાતે ઘણા વર્ષો થી અવિરત ચાલતી ટિફિન સેવામાં પણ મોટી સંખ્યામાં સમાજના ભામાશાઓએ ખુલ્લા હાથે દાન કર્યું હતું.તો વધુમાં ધ સરિયાદેવી ક્રેડિટ સોસાયટી દ્વારા શિક્ષણફંડમાં 51 હજાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં સભાસદો અને યુવાનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.